________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે થઈ ગયા. એક વાર સંબંધ થોડી નાખો તમે, કટ ઓફ કરી નાખો; ખલાસ.
એક વાર ભાગીદારી છૂટી ગઈ પછી તમારી દુકાને તે આવે તો ! આવો! આવો! પધારો!! એક ચાનો કપ પાઈ ધો !! પણ પ્રથમ ભાગીદારી તોડવી પડે. એકત્વ બુદ્ધિ તોડવી પડે. એમ આ રાગની સાથે દેહની સાથે ભાગીદારી કરે છે... આ મારું... આ મારું.. આ પર મારું..આ પર મારું...! હવે તેને બદલે મારું જ્ઞાન...મારું જ્ઞાન...મારું જ્ઞાન...“ જાણનાર જણાય છે પર જણાતું નથી “, ત્યાં તો તમને શયથી વિમુખ થઈને આત્માનો અનુભવ થયો.
४४३
એમ કહે છે કેઃ અનુભવ થયા પછી પ્રમાણ જ્ઞાન થયું. હવે પર જણાય છે ત્યારે જ્ઞાન જણાય છે અને સ્વ જણાય છે ત્યારે પણ જ્ઞાન જણાય છે. જ્ઞાન જ પ્રગટ થાય છે પછી અજ્ઞાન પ્રગટ થતું નથી. અજ્ઞાન તો ગયું પછી જ્ઞાન જ રહે છે. અજ્ઞાન તો આવતું નથી.
४४४
પણ જ્યારે અજ્ઞાન છે ત્યારે ભેદજ્ઞાન કરીને પુરુષાર્થ કરવો પડશે. જ્ઞાન પ્રગટ કરવા માટે પુરુષાર્થ અનંતો જોઈએ. એક વાર જ્ઞાન પ્રગટ થઈ ગયું, આત્માનું ભાન થઈ ગયું “હું તો જાણનાર છું કરનાર નથી, જાણનાર જણાય છે.” પછી ટ્રેનમાં બેઠા હોય કે મોટરમાં બેઠા હોય, આહાહા ! ઝાડ દેખાતાં હોય, પણ ઝાડ નથી દેખાતાં મારું જ્ઞાન જણાય છે. શેય ભિન્ન જ્ઞાન ભિન્ન કરી નાખ્યું. એક જ વખતનું કામ છે પછી અલ્પકાળમાં મુક્તિ થશે.
૪૪૫
એક વખત આત્માને જાણી લ્યો! એક પૈસાનું ખર્ચ નથી. ચોવીસે કલાક ગમે ત્યારે જાણી લ્યો. આ મંત્ર છે, મંત્ર. એકતાબુદ્ધિ તૂટશે, મોહ ગળશે, મોહ ગળશે તો રાગ ઓછો થશે, કષાય ઘટવા મંડશે, કેમકે તમે આત્માને યાદ કરવા મંડયા, આત્મા રાજી થઈ ગયો. અરે !! આજ દિવસ સુધી તે મને યાદ નહોતો કર્યો પણ આજ યાદ કર્યો ને! જા, તને બધું આપી દઈશ.
તમારો આત્મા અંદર રાજી થશે. મને યાદ તો કર્યો !? અત્યાર સુધી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com