________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે “જાણનારો જણાય છે” તેવું આત્મજ્ઞાન ઉદિત થતું નથી. જાણતો નથી ને જાણનાર ને? “આ જાણનારો જણાય છે” તેમ કયાં સ્વીકાર કરે છે !! આત્મા જણાય છે અને આત્મજ્ઞાન થતું નથી. કેમકે લક્ષ નથી ત્યાં.
૪૨૫ “જાણનારો જણાય છે” તે સ્વભાવ છે. અને સ્વભાવના લક્ષથી શુદ્ધોપયોગ પ્રગટ થાય છે.
જાણનારો જાણવામાં” આવે છે તેમ વાંચવું. “જાણનારો જાણવામાં આવે છે” એટલે કે અનુભવમાં આવે છે, એટલે જણાય રહ્યો છે જે જાણવામાં આવે છે તે હું છું. “જાણનારો જાણવામાં” આવે છે તેમ ફૂટનોટમાં લખી નાખવું. “ જાણનારો જણાય છે તે હું છું.” આમાં જાણે છે અને જણાય છે તે બે વચ્ચેનું અંતર છે જેનું સ્પષ્ટીકરણ દેવલાલીમાં આવ્યું હતું.
૪૨૬ હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, બીજાની સાથે વાત કરતાં હોઈએ ત્યારે, “જાણનારો જણાય છે.”ઈ નિરંતરતા છૂટે નહીં.
૪૨૭ જાણનારો જણાય છે તેમ સમયસારમાં આવ્યું ને? ૨૦૦ વર્ષ પહેલાં ભાવાર્થ કર્તાએ લખ્યું ૧૭, ૧૮ ગાથામાં. આ કોઈની વાત નથી. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. આ અનુભવ કરવા માટે મહામંત્ર છે.
૪૨૮
પુત્ર પણ જણાય છે અને જાણનારો પણ જણાય છે” તેમ રાખોને ? “ જાણનારો જ જણાય છે” ને પુત્ર જણાતો નથી. આ અનુભવની રીત છે. “ના' પાડીશ મા; “હા' પાડજે. ગુરુદેવ કહેતા હતા, “હા” પાડીશને તો હાલત થશે. એટલે અનુભવ થશે. મને મારો આત્મા નથી જણાતો !! જ્ઞાનીને જણાય! રહેવા દે જે !! તું જ્ઞાનવાન છો. જ્ઞાનવાનને જ્ઞાની કહેવાય છે.
૪૨૯ ૧૭, ૧૮ ગાથાના ભાવાર્થમાં પહેલાં તો આ જાણનારો અનુભવમાં આવે છે. “ તે જ હું છું” “જે જાણનારો તે જ હું છું.” એ વાત આવી કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com