________________
८४
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે એને જાણે છે. ચૌદ ગુણસ્થાન, માર્ગણાસ્થાનને... કોણ જાણે છે? આત્માનું લક્ષ તો આત્મા ઉપરથી છૂટતું નથી ને ભેદનું લક્ષ થતું નથી. એટલે લક્ષ વિનાનું જાણપણું તે આત્માનું જાણપણું નથી. લક્ષપૂર્વક જાણે તેને આત્મા જાણે કહેવામાં આવે છે. આત્મા ઉપર જ જ્ઞાનનું લક્ષ છે. તેને સમ્યકજ્ઞાન કહેવાય. આત્માનું લક્ષ છોડીને પરને જાણવા રોકાય તે તો મિથ્યા જ્ઞાન છે. તે અનંતકાળથી પ્રગટ થાય છે.
સદાકાળ “પોતે જ ” “જ' સમ્યક એકાંત કર્યું. પોતે જ જણાય છે ને બીજું જણાતું નથી. આહા ! આ જ્ઞાનપ્રધાન કથનમાં “જ” લગાવ્યો. દષ્ટિપ્રધાન કથનમાં તો “જ” આવે, પણ જ્ઞાનપ્રધાન કથનમાં “જ' આવે ત્યારે જ સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે. બન્ને “જ” માં એક “જ” છે. સમ્યક્રદર્શનનો ઉત્પાદક અને બીજો “જ” છે; સમ્યકજ્ઞાનનો ઉત્પાદક એમ નથી.
પણ આ તો જ્ઞાનનો સ્યાદવાદ છે તેમાં “જ' કયાં લગાડ્યો? એનું નામ અનેકાંત છે કેઃ “જાણનાર જણાય છે” ને પર જણાતું નથી, ઈ... “જ” માં સમ્યકજ્ઞાનનો જન્મ થાય છે. મારામાં પરિણામ માત્રનો પ્રમત્તઅપ્રમત્તનો અભાવ છે. હું એવો જ્ઞાયકભાવ છું. જ્ઞાયકભાવ છે તે પ્રમત્તઅપ્રમત નથી. ઈ.જ” સમ્યક્રદર્શનનો ઉત્પાદક છે. એમાં સમ્યકદર્શન પ્રગટ થાય છે. આ “જ” માં સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે. અને બે સાથે જ પ્રગટ થાય છે. કહેવામાં કથનમાં વાર લાગે છે. આવી સૂક્ષ્મ ચર્ચાઓ જગતને હજમ થાય નહીં! શું કરીએ !!
૪૧૯ “જ્ઞાનમાં જાણનાર જણાય રહ્યો છે” તેમ સ્વીકારવું તેનું નામ સંવર ધર્મ છે.
૪૨૦
જ્ઞાનમાં સ્વભાવથી જ “જાણનાર જણાય છે. આ નિશ્ચયનયની વાત નથી. સ્વાભાવિક વાત છે.
૪૨૧
પર્યાય થવા યોગ્ય થાય છે.” (૧) તેમાં પર્યાયનો કાળ પણ ફરતો નથી અને પર્યાયનો ભાવ પણ ફરતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com