________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
અસ્તિનાસ્તિ ભેદજ્ઞાન દ્વાર
જિનાગમમાં અનેક પ્રસંગોમાં તેમજ યથા સ્થાને નયોની સુંદર ચર્ચા વિશદ જોવા મળે છે ૪૭ નયોમાં પણ અસ્તિત્વ નાસ્તિત્વ સંબંધી ચર્ચા આવી ગઈ છે તેમજ પરિશિષ્ટમાં અસ્તિનાસ્તિ આદિ ૧૪ ભંગનું વર્ણન છે. હવે તે જ અસ્તિત્વ નાસ્તિત્વ નય સંબંધી વિશેષ જાણકારી દેવી અતિ આવશ્યક હોવાથી આ અનેકાંતને જ્ઞાનીઓ વિશિષ્ટતાથી વિશેષ ચર્ચે છે.
જિનાગમમાં સભંગી બે પ્રકારે જોવા મળે છે. (૧) પ્રમાણરૂપ સસભંગી, (૨) નયરૂપ સસભંગી. હવે અહીંઆ પ્રમાણરૂપ સસભંગી પણ બે પ્રકારે કહેશે. (૧) દ્રવ્યનાં પ્રમાણરૂપ સસભંગી અને (૨) પર્યાયનાં પ્રમાણરૂપ સસભંગી. આ બન્ને પ્રમાણમાંથી નય સસભંગી વડે અંદરમાં ને અંદરમાં કેવી રીતે ભેદજ્ઞાન કરાવે છે તે આગળ જોઈશું.
પ્રમાણરૂપ સસભંગી વસ્તુમાંના વસ્તુના વ્યાપકપણાને દર્શાવે છે. અર્થાત્ સામાન્ય વિશેષપણાને બતાવે છે. આમ પ્રમાણ સસભંગી સંગ્રહ કરે છે. પદાર્થની સિદ્ધિ કરે છે. તેમજ વસ્તુવ્યવસ્થાની સિદ્ધિ કરે છે. અને નય સસભંગી વસ્તુના એક પક્ષને જ બતાવે છે. તે પ્રયોજનની સિદ્ધિ કરાવે છે.
અસ્તિનાસ્તિ ભંગ સાત જ શા માટે? જિજ્ઞાસા કયા સાત પ્રકારે છે? તેનું નિરાકરણ કયા સાત પ્રકારે છે? વગેરે વિષયવસ્તુ સંબંધી વિસ્તૃત જાણકારી... ૫૨મ ભાવ પ્રકાશક નયચક્ર; જૈન સિદ્ધાંત કોષ; આસ મીમાંસા; સ્યાદ્વાદ મંજરી, તત્ત્વાર્થ રાજવાર્તિક; સસભંગી તરંગિણી; સિદ્ધાંત પ્રવેશિકા આદિ ગ્રંથોમાંથી મેળવવી. અહીંઆ તો પ્રમાણરૂપ અસ્તિનાસ્તિ અનેકાંત અને નયરૂપ અસ્તિનાસ્તિ અનેકાંતની ભેદજ્ઞાનમાં કેવી રીતે ઉપયોગિતા છે તે વિષય ઉપર ભેદજ્ઞાનને મૂળમાંથી સમ્યક પ્રકારે અવલોકવામાં આવે છે.
જેટલા આત્માઓ સિદ્ધ થયા છે તે ભેદવજ્ઞાનથી જ થયા છે, અને ભેદજ્ઞાનનું કારણ અસ્તિનાસ્તિ અનેકાંત છે. અસ્તિનાસ્તિના આધાર વિના ભેદજ્ઞાન થઈ શકતું નથી. આમ અસ્તિનાસ્તિ અનેકાંત ભેદજ્ઞાનનું મૂળ છે. તેમજ ભેદજ્ઞાનને જ સિદ્ધદશાનું કારણ કહ્યું છે. તદ્ઉપરાંત દર્શનસંશુદ્ધિ અને જ્ઞાનની નિર્મળ શુદ્ધિ માટે ભેદજ્ઞાન૫૨ક અસ્તિનાસ્તિ અનેકાંત અમૃત છે.
66
આ વાતની ઉત્કૃષ્ટ સિદ્ધિ શ્રી કુંદકુંદાચાર્ય દેવ કરે છે. “ છે અસ્તિ નાસ્તિ, ઉભય તેમજ અવાચ્ય આદિક ભંગ જે”; આ ગાથાની ટીકા કરતાં અમૃતચંદ્રસૂરિ કહે છે કે: “અત્ર સર્વથાત્વનિષેધ હોનેવાન્ત ઘોત: થંષિવર્થે ચા∞ોનિવૃત્તિ:।” સ્યાત્ શબ્દ સર્વથાપણાનો અર્થાત્ મિથ્યા એકાંતપણાનો નિષેધક છે, તેમજ સમ્યક અનેકાંતનો ઘોતક છે. આમ અસ્તિનાસ્તિ અનેકાંત તો જૈન ધર્મનું કૌશલ્ય છે. તેનાથી જગતની કોઈપણ વસ્તુનું સ્વરૂપ નક્કી થઈ જાય છે. શ્રી ગણધરદેવ બાર અંગ અને ચૌદ પૂર્વની રચના
૧. પ્રવચનસારે ગાથા-૧૭૨
૨. શ્રી સ. સાર પરિશિષ્ટનાં કળશ નં. ૨૪૮/૨૬૨
૩. શ્રી પંચાસ્તિકાયની ગાથા ૧૪ ગાથા
૪. શ્રી પંચાસ્તિકાય ગાથા-૧૪ની ટીકામાંથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com