________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૭૧ 396 પુરુષાર્થ પોતાને કરવો પડે. લક્ષ્મી પુરુષાર્થથી ન મળે. પૈસો પણ પુણ્યથી મળે. બાકી આખી જિંદગી ગદ્ધા મજૂરી કરે તો હજાર રૂપિયા ભેગા ન થાય. એને એમ લાગે કે આમ કરું તો પુરુષાર્થ છે તેમ લાગે; પણ પરમાં પુરુષાર્થ ન હોય.
પુરુષાર્થ સ્વભાવમાં હોય. સ્વભાવની સન્મુખ થઈ સ્વભાવનો અનુભવ કરવો તે પુરુષાર્થ છે. રાગ કરવો, કામ કરવા, આ મિલ ચલાવવી, તે પુરુષાર્થ નથી. તે તો અજ્ઞાન છે. કર્તાબુદ્ધિનું ભૂત વળગ્યું છે. થાય છે સ્વયં જડ ચેતનના પરિણામ, “થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. આ સ્થિતિ છે પણ સ્વીકાર તેને આવતો નથી.
3७७
જિજ્ઞાસા- રાગ અને જ્ઞાન એક સાથે થાય છે, આભાસ પણ તે સમયે થાય છે, ત્યારે રાગનું લક્ષ છૂટે કેવી રીતે?
સમાધાન- છોડે તો છૂટે. શાયકનું લક્ષ કરે તો છૂટે. રાગની પક્કડ રાખવી છે, છોડવો નથી અને કેમ છૂટે પૂછવું છે ?!
રાગ મારામાં થાય છે તે ધ્યેયની ભૂલ અને રાગને જાણું છું તે શેયની ભૂલ. અનુભવ નહીં થાય. “જાણનારો જણાય છે, રાગ જણાતો નથી મને. રાગ છે ને ન જણાય? ક્યાં થાય છે પણ? આ બાજુ આવી જા ને! અહીંઆ (આત્મામાં) આવીને જોઉં છું તો રાગ મારામાં નથી. પરમાત્મામાં રાગ થાય?
જિજ્ઞાસા:- પરમાત્મામાં ભક્તિનો રાગ થાય કે નહીં?
સમાધાન - નિજ પરમાત્મામાં રાગ જરાય થતો નથી. બહારમાં યોગ્યતા અનુસાર સાધકને આવે છે, તેને ભિન્ન જાણે છે. અભિન્ન નથી જાણતા; એને પોતાનું સ્વરૂપ નથી જાણતાં વિભાવ જાણે છે.
૩૭૮
અજ્ઞાનીનું લક્ષ પર ઉપર હોવાથી રાગથી તાદાભ્ય માને છે તેથી તેને “ જાણનારો જણાય છે” તે બુદ્ધિ ખસી ગઈ છે.
૩૭૯ જાણનારો જણાય છે તે વાત યાદ કરવી, કરાવવી તે પણ બાધારૂપ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com