________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે. ઔર આત્મા કા અનુભવ હો જાવે, ઐસા તીન કાલ મેં બનનેવાલા નહીં હૈ. ઉપકારી ગુરુકો જો પ્રસિદ્ધ કરતા હૈ ઈન્દ્રિયજ્ઞાન. ઉસકો મર્યાદા મેં લાના! કે.. ગુરુદેવ આપ મુઝે જાનને મેં નહીં આતે હૈ. “મને જાણનારો જણાય છે.” ગુરુદેવને પ્રસિદ્ધ કરવું તે જ્ઞાનની મર્યાદા નથી. આત્માકો પ્રસિદ્ધ કરના વો જ્ઞાન કિી મર્યાદા હૈ.
૪૧૨
કેવળી ભગવાન વ્યવહારનયે સર્વને, સ્વપર બનેને જાણે છે. અને નિશ્ચય સ્વને જાણે છે. જાણે છે તે દેખીને ઉપચાર કરવામાં આવે છે. જે એમ માનશે કે જ્ઞાન પરને જાણે છે તેને ત્રણ કાળમાં સમ્યકદર્શન થવાનું નથી. છ દ્રવ્ય છે ખરા, ભગવાને કહ્યા છે, અને તે પ્રતિભાસે પણ છે, પણ તેને જાણતો નથી. પ્રતિભાસ વખતે તેને જાણું છું તો અજ્ઞાન. તેને જાણતો નથી “જાણનારો જણાય છે” તો તે જ સમયે અનુભૂતિ થાય અને આનંદ આવે.
૪૧૩
જિજ્ઞાસાઃ “જાણનારો જણાય છે” તેમાં દ્રવ્ય-ગુણ-પર્યાય લેવા કે ત્રિકાળી જ લેવું?
સમાધાન: ત્રિકાળી આત્મા જ જણાય છે તેમ લેવું. જાણનારો એક શબ્દ છે. જણાય છે ઈ બીજો શબ્દ છે. “જાણનારો જણાય છે ” તેમ છે ને બે શબ્દ. તો શું જણાય છે ? ત્રિકાળી સામાન્ય જ્ઞાયકભાવ છે તે જણાય છે. હવે જણાય છે શેમાં? કે જ્ઞાનમાં તો જ્ઞાનમાં “જાણનારો જણાય છે.” અભેદ થઈને અનુભવ થાય તો તેનું નામ ધ્યેયપૂર્વક જ્ઞય થઈ ગયું. પછી જાણનારો અને જણાય છે તે જુદુ ન રહે. કથંચિત અભેદ થાય. એકાકાર એમાં લીન થઈ જાય. તલ્લીન થઈ જાય.
જાણનારો – ત્રિકાળી દ્રવ્ય અને એ મને પર્યાયમાં જણાય છે. “ઉપયોગમાં ઉપયોગ છે.” જે છે તે જણાય છે. મારા જ્ઞાનમાં ક્રોધ તો જણાતો નથી, જ્ઞાનમાં બીજી વસ્તુ હોય તો જણાય ને? એમ કહે છે કે જ્ઞાનનો ઉત્પાદુ થાય છે. સમયે સમયે જ્ઞાન પ્રગટ થાય છે. ટર્નીંગ પોઈન્ટ છે. અહીં ઉપયોગમાં ઉપયોગ છે. એટલે કે છે ઈ.. જણાય છે, ક્રોધ જ્ઞાયકમાં તો નથી, પણ ઉપયોગમાં એ નથી. આવું અવિપરીત જ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com