________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦
જાણનારો જણાય છે ક્ષય થતો નથી, ઉપશમ થતો નથી, પણ લબ્ધરૂપે કામ કરે છે. પાંચ ઇન્દ્રિયના વિષયને જાણે છે તે પણ ભલે જાણે, પણ હું જાણતો નથી. હું તો જાણનારને જાણું છું. તેવા એક જ્ઞાનમાં બે ભાગલા પડી જાય છે. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે.
૩૭૨ સમયે સમયે કોઈપણ વસ્તુ હોય ત્યારે ત્યાં તમારે પ્રયોગ કરવાનો કે જાણનારો જણાય છે.” આમ થાય તે સિદ્ધાંત છે. આ પ્રયોગ છે. ઇન્દ્રિયજ્ઞાન જ્યારે પ્રગટ થાય ત્યારે એમ આવવું જોઈએ કે હું પરને જાણતો નથી. આમ સમય સમયનો પુરુષાર્થ છે.
૩૭૩
પુણને કરવું અશક્ય છે. થાય તેને કરવું શું? “પરિણામ થવા યોગ્ય થાય છે, ને જાણનાર જણાય છે.” લઈ લે ને ! પછી પુણ્યનો ત્યાગ કરવો ને... ધર્મનું ગ્રહણ કરવું વગેરે ત્યાગ ગ્રહણથી શૂન્ય છે આત્મા. થાય તેને કરવું શું? ન થાય તેને કરવું શું? એક સત્તાના બે કટકા ન કર. (કર્તા અને અકર્તા તેવા વિભાગ નથી.) બે થઈને એક પરિણામને કરે તેમ પણ છે નહીં.
નરસિંહ મહેતા કહે છે “હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, સંકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ એની પેરે, કોઈ યોગી યોગીશ્વરા જાણે.”
યોગી એટલે ધર્માત્મા અને યોગીશ્વરા એટલે પરમાત્મા જાણે છે. બાકી કોઈ જાણતું નથી.
નયનની આળસે રે ન નીરખ્યા હરિ ને જરી.” જણાય છે તો સમયે સમયે આત્મા પણ આ જાણનારો જણાય છે એમ આવતું નથી. આ બધું જણાય છે તેમ જાણી ઇન્દ્રિયજ્ઞાન અનાદિથી પ્રગટ કરી રહ્યો છે.
૩૭૪ ઇન્દ્રિયજ્ઞાનમાં શેયો પ્રતિભાસે છે ત્યારે “જાણનારો જણાય છે.”
૩૭૫
જાણનારને જાણવાનું છોડી ને બીજું બધું જાણવાથી શું ફાયદો !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com