________________
૬૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
૩૬૬ જિજ્ઞાસાઃ પાંચ ઇન્દ્રિયના વિષયને કેમ જીતવા?
સમાધાનઃ પાંચ ઇન્દ્રિય પરને પ્રસિદ્ધ કરે છે, ત્યારે હું પરને જાણતો જ નથી. ઇન્દ્રિયજ્ઞાન જાણે છે તેમ પણ ન લેવું. મને તો “જાણનારો જણાય છે.” સમયે સમયે. બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સમયે સમયે જણાય છે.
જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ થાય છે. પણ તેની દૃષ્ટિ પર ઉપર છે. તેથી તેને “જાણનારો જણાય છે” તેમ ભાસતું નથી અને સમ્યકદષ્ટિને “ જાણનારો જણાય છે” તો સમ્યક પ્રકારે અનુભવ થાય છે.
૩૬૭ સુખનો સમુદ્ર ને જાણનારો જણાય છે. પાપનો સમુદ્ર પર જણાય છે.
અજ્ઞાનને કરે છે તેમ ન લખતાં “અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી”.. જ્ઞાનનું ડોકું મરડી નાખ્યું. જ્ઞાનનું અજ્ઞાનત્વ કરી નાખ્યું. પ્રગટ તો જ્ઞાન થતું હતું! તેમાં તન્મયપણે તો આત્મા જણાય રહ્યો તો... અને તેની સાથે રાગ પણ પ્રતિભાસિત થતો હતો.
રાગને હું કરું છું; રાગ જણાય છે; તે રાગ મારો છે; રાગ મારા જ્ઞાનનું ય છે તેમ જાણવાના કાળ ભૂલે છે અને જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે.
જાણનાર જણાય છે” અને રાગ ભિન્ન જણાય છે તેવું ભેદજ્ઞાન કરતો નથી. જ્ઞાનમાં રાગ ક્યાં આવી ગયો છે. તારા જ્ઞાનમાં રાગ આવતો નથી, અને રાગને જ્ઞાન જાણતું એ નથી...અને જ્ઞાનમાં રાગ જણાતો એ નથી કેમકે ભિન્ન છે. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે અને જ્ઞાન શાયકને જાણે પણ છે.
૩૬૮ “યાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે , આ વીતરાગ દેવનું ફરમાન છે. શય તો જણાતાં નથી, શૈયાકાર જ્ઞાન જણાતું નથી; પરંતુ “જાણનારો જણાય છે.”
૩૬૯ અનાદિથી પરાલંબી અને ઓશિયાળો થઈ ગયો છે. જેમાં સુખ નથી એમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com