________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૭
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત જણાતાં જ નથી. ત્યારે “જાણનાર જણાય જાય છે.” ત્યારે સહજ પણે
જાણનાર જણાય જાય” છે. જાણનાર થઈ જાય છે. પરિણામને હું જાણતો નથી ત્યારે ખરો જાણનારો થાય છે. “જાણનાર જણાય છે” તે પ્રશ્ન મુદ્દાનો હતો.
૩૬૨ ઇન્દ્રિયજ્ઞાન તો બંધનું કારણ છે, અશુચિ છે. જીવની એ, અને એટલી ભૂલ પરને જાણે તે સંસાર છે. “પરને જાણતો જ નથી, જાણનારો જણાય છે.” પહેલાં થોડો પછી અંદરથી વિધિ-નિષેધનું જોરદાર બળ આવે, વિકલ્પ તૂટી જાય છે, અને અનુભવ થાય છે.
૩૬૩ જે સમયે સ્વપર બેનો પ્રતિભાસ છે ત્યારે જરાક ભૂલ કરે છે. સ્વનો પ્રતિભાસ થાય છે તે તરફ બેદરકાર રહે છે. “જાણનારો જણાતો” હોવા છતાં તેનો નિષેધ કરે છે પોતે પોતાની મેળે. અને જે ખરેખર ભિન્ન છે; રાગાદિ, દેહાદિ તે પ્રતિભાસ થવાનાં કાળે તેનો ઉપયોગ પર ઉપર જાય છે. ઉપયોગ બધાને સ્વચ્છ પ્રગટ થાય છે. જે પ્રતિભાસે છે રાગાદિ, દેહાદિ તેમાં મારાપણાની કલ્પના કરે છે. કલ્પના કરતાં જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. જરાક જેટલી ભૂલમાં અનંતકાળ ગયો. હવે જરાક જેટલી ભૂલ કેમ ટળે! બીરની મહેનત કર્યા વિના... જે પ્રગટ થતો ઉપયોગ છે તેમાં અનંતકાળથી પરગ્નેય જણાય છે તે અનંત દુઃખ અને અનંત સંસારનું કારણ છે.
૩૬૪
હવે જીવોનો કાળ પાકે છે ત્યારે તારા જ્ઞાનમાં તારો જાણનાર આત્મા જણાય છે, પર જણાતું નથી. જગતમાં તારું કોઈ શંય જ નથી.
૩૬૫ સ્વપર પ્રકાશકનો અર્થ સ્વપરનું જાણવું હોય તો બન્નેનું લક્ષ હોવું જોઈએ. પણ સ્વ૫ર બેનું લક્ષ તો નથી, તો સ્વ૫ર બન્નેને જાણતો નથી, એટલે સ્વપરને જાણે છે તે વાત રહેતી નથી. વિધિ-નિષેધ કરે કે પરને નથી જાણતો “જાણનારો જણાય છે”, વિષય ભેદે બે ભેદ પડી જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com