________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૭
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
કારણ કે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. જેનું જે હોય તે તે જ હોય.”
૩૯૮ બહિર્મુખ જ્ઞાનનો જ્યાં સુધી નિષેધ ન આવે ત્યાં સુધી અંતરમુખ જ્ઞાનનો પક્ષ પણ આવતો નથી. અંતરમુખ જ્ઞાનનો પક્ષ આવી જાય કે “જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી.” અહીં લખ્યું છે એવા વિધિ નિષેધનાં વિકલ્પમાં જો આવશે તો ઇન્દ્રિયજ્ઞાન ક્રમે ક્રમે શિથિલ થઈ જશે. તેને જે વિપરીત માન્યતા ટેકો આપતી હતી તે ખસી જાય છે કેઃ “હું પરને જાણતો જ નથી. મને તો જાણનારો જ જણાય છે.”
જાણનારો જણાયા પહેલાં, જાણનારો એવો આત્મા પ્રત્યક્ષ થવા પહેલાં તેને સવિકલ્પ ભેદજ્ઞાન હોય છે. સવિકલ્પ ભેદજ્ઞાનમાં પરને જાણવાનો નિષેધ કરે છે. એટલે જ્ઞાનનો નિષેધ નથી આવતો, એમાં તો બહિર્મુખ ઈન્દ્રિયજ્ઞાનનો નિષેધ આવે છે.
૩૯૯ રાગ ભિન્નપણે જણાય પણ અભિન્નપણે જણાતો નથી. દુઃખ ભિન્નપણે જણાય તેવું જ્ઞાન પ્રગટ થાય છે. પણ દુઃખ અભિન્નપણે જણાય એવું જ્ઞાન પ્રગટ થતું નથી. એવું એક સામાન્ય જ્ઞાન છે કેઃ “ઉપયોગમાં ઉપયોગ છે.” ઉપયોગમાં ક્રોધાદિ દુઃખ છે જ નહીં. એનું નામ સામાન્યજ્ઞાન કહેવાય. સામાન્યજ્ઞાનનો પક્ષ કહો કે નિશ્ચય જ્ઞાનનો...! કે. મને “જાણનારો જણાય છે.” એટલે શુદ્ધોપયોગ થઈને સાક્ષાત અનુભવ થાય છે.
૪૦૦
જાણનારો જણાય છે.” તે સભૂત વ્યવહાર થયો, બે થયા; ભેદ થયો તો છછું આવી ગયો. પછી “જાણનાર તે જ હું છું.” “નો જેવા સો ઉં” તો સાતમે આવી ગયો.
૪૦૧ ગુરુદેવ ફરમાવતા હતા કે સારા ઘરનું કહેણ આવે તો વધારી લેજે, ના પાડીશ મા. તેમ આ પરમાત્માનું કહેણ છે. તારો આત્મા પુણ્ય, પાપથી ભિન્ન પ્રગટ પરમાત્મા છે અને પ્રત્યક્ષ છે. તારી વારે વાર છે. તું “હા” પાડ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com