________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૬૫ સામાન્ય છે તેમાં નિરંતર “જાણનારો જણાય છે.” અને પરને કદી જાણવા ગયો જ નથી. માટે તેમાં કદી ઇન્દ્રિયજ્ઞાન થતું નથી.
૩૫૫ જિજ્ઞાસાઃ- “જાણનારો ક્યારે જણાય?”
સમાધાનઃ- પર્યાય પર્યાયને સર્વથા ભૂલી જાય અને દ્રવ્યને જુએ ત્યારે “ જાણનારો જણાય.”
૩૫૬ અપર પ્રકાશકનાં કાળમાં પણ “જાણનારો જણાય છે.” “જાણનારો જણાય છે તેનાથી વધારે શું જોઈએ.
૩૫૭
ભગવાનની વાણીમાં આવ્યું છે. મહા વિદેહક્ષેત્રની વાણી, ઈમ્પોર્ટેડ છે. માવિદેહનાં સંતોએ કહેલી વાત છે. પરને જાણતાં ઇન્દ્રિયજ્ઞાન અને રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થાય છે. તેથી ખરેખર પર જણાતું નથી, પણ જાણનારો જણાય છે તેમાં આત્મશાંતિ થાય છે.
૩૫૮
સમયે સમયે જ્ઞાન પ્રગટ થાય છે. સમયે સમયે જ્ઞાનનું અજ્ઞાન કરે છે, તો અજ્ઞાની બની જાય છે. તેને રાગનો કર્તા છું તેમ પ્રતિભાસે છે. હવે બીજો જીવ. પોતાની યોગ્યતાથી અને ગુરુ નિમિત્ત હોય, ગુરુ એમ કહે કે તને “ જાણનારો જણાય છે.” તું તો અનાદિ અનંત શુદ્ધ છો. તું અશુદ્ધ થયો નથી. અશુદ્ધતા તો પરિણામનો ધર્મ છે. અશુદ્ધતા તારો ધર્મ ક્યાં છે?
અને બાળગોપાળ સૌને ભગવાન આત્મા તો જણાય રહ્યો છે. તારા જ્ઞાનમાં શું જણાય છે તે અમે જાણીએ છીએ. કેઃ તારા જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ હોવાથી જાણનાર જ જણાય રહ્યો છે.
આવી વાત પાત્ર જીવ સાંભળે છે ત્યારે વિષય ફેરવે છે. “મને તો જાણનારો જણાય છે” બસ! ત્યાંથી ઉપયોગ વિષય બદલાવ્યો. અનાદિથી ઉપયોગ રાગનાં પ્રતિભાસને પોતાનો માનતો હતો. હવે! રાગ ભિન્ન છે, જ્ઞાન ભિન્ન છે. રાગ ઊડીને અહીં આવતો નથી. પણ રાગ મારામાં થાય છે તો જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું. એટલે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર રૂપે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com