________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪
જાણનારો જણાય છે છૂટે છે; અથવા અનુભૂતિ થવા પહેલાં કોઈ દમ પડે છે?
સમાધાનઃ- બન્ને વિકલ્પ એક સમયમાં છૂટે છે. દષ્ટિનો વિષય ધ્યેય અને શેય એક સમયમાં થાય છે. સોમવારે ધ્યય થાય, મંગળવારે ય થાય તેમ નથી. એક સમયમાં છે. અનુભવના કાળમાં કાળભેદ નથી.
૩૫૦ બધા વિચારો છોડીને, એક જાણનાર છું અને “જાણનારો જણાય છે”, પછી જરા આગળ વધીને કે ખરેખર પર જણાતું નથી. “જાણનાર જણાય છે” અને ખરેખર પર જણાતું નથી,” એમ લેવું. “જાણનાર જણાય છે” અને વ્યવહાર પર જણાય છે તેમ ન લેવું. જાણનારો છું તેમાં કરનાર નથી આવી ગયું.
જાણનારો જણાય છે” તો પર જણાતું નથી આવી ગયું. એવા ભેદજ્ઞાનનાં વિચારથી જીવને અનુભવ થઈ શકે છે.
૩૫૧ હું પરને જાણતો નથી તે નિષેધરૂપ વાડ છે. ત્યારે અંદર જાણનારો જણાય છે તેવી ખેતી થશે.
જાણવા સિવાય કોઈ આત્માનો ધર્મ નથી. આત્માનો ધર્મ કહો કે જ્ઞાનનો ધર્મ કહો. જેટલું કહેવું હોય. એટલું કહો! બાકી મને તો એકલો “જાણનાર જણાય છે.” બસ તેનું મનન, ચિંતવન કરીને તેની શ્રદ્ધા દઢ કરવી. જ્યારે શ્રદ્ધા પરાકાષ્ઠાએ પહોંચશે ત્યારે ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જશે. નવું અંદરનું જ્ઞાન ઊઘડી જશે અને બહારનું જ્ઞાન બંધ થઈ જશે.
“પર જણાતું નથી જાણનાર જણાય છે.” પર જણાતું નથી શા માટે કહ્યું? પરને હું જાણું છું તેવી મિથ્યા શ્રદ્ધા છે. જણાય છે તને જ્ઞાન અથવા જણાય છે જ્ઞાયક, અથવા જણાય છે સ્વજ્ઞય; અને તું માની રહ્યો છો કે પર જણાય છે તો જ્ઞાને સાચું નથી ને શ્રદ્ધાએ સાચી નથી.
૩પ૩ “ જાણનાર જણાય છે” મહીં રહસ્યનું ઉદ્ઘાટન છે.
૩૫૪ એક દ્રવ્યરૂપ સામાન્ય અને બીજું શેયરૂપ સામાન્ય. આજે બીજા પ્રકારનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com