________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
૩૮૦ જ્ઞાનભિન્ન, રાગ ભિન્ન.” સોગાનીજી એ એક વ્યાખ્યાન સાંભળ્યું અને રાત્રે ધ્યાનમાં બેસી ગયા. સોનગઢની સમિતિનાં રૂમમાં સવારે ચાર-પાંચ વાગ્યે તો સમ્યકદર્શન લઈને ઊભા થયા. એક રાત્રિમાં સંસારનો અંત. પૂર્વના જોરદાર સંસ્કાર હતા, પણ વર્તમાન પુરુષાર્થ જ કામ કરે છે.
જે ઉપયોગ બહિર્મુખ છે તે બહિર્મુખ ઉપયોગને બંધ કર કે પરને જાણતો નથી. “ જાણનારો જ જણાય છે.” આમ બહિર્મુખ ઉપયોગ બંધ થાય છે અને “ જાણનારો જણાય છે” તે ઉપયોગ નવો પ્રગટ થાય છે. પરને જાણવાના નિષેધમાં (બહિર્મુખ ઉપયોગ) બંધ થઈ જાય છે. વેક્યુમ બ્રેક લાગે છે હોં ! મોટરની વેક્યુમ બ્રેક લાગે એટલે એક ઇંચ-તસુ મોટર ચાલે નહીં. કોઈ આડોઅવળો આંટા મારતો હોય તો પણ તે બચી જાય છે.
તેમ “હું પરને જાણતો નથી” તેમાં વેક્યુમ બ્રેક લાગે છે. ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ નથી થતો. પણ ઇન્દ્રિયજ્ઞાન રોકાઈ જાય છે. પરનાં સંબંધવાળો વ્યાપાર રોકાઈ જાય છે. અને જાણનાર જણાય છે. અંદરમાંથી આવ્યું તે અંતર્મુખ અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થઈને આત્માને અનુભવે છે. અને ભવનો અંત આવી જાય છે.
૩૮૧
આ કાળે સાક્ષાત અનુભવ થાય, પ્રત્યક્ષ અનુભવ થાય, પરોક્ષની વાત નથી. સાકર જીભ ઉપર મૂકે પછી કોઈને પૂછે કે ન પૂછે? આ સાકર ખાટી છે? આ સાકર કડવી છે? એ પૂછે જ નહીં. તેમ અંતરષ્ટિ વડે ચૈતન્ય પરમાત્માને અવલોક્યો કેઃ “જાણનાર તે જ હું છું', કરનાર હું નથી અને “જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી;” એમ કર્તુત્વ બુદ્ધિ છોડી, અને પરનું શેયત્વ છોડી, આત્મા જ જ્ઞાતા, આત્મા જ જ્ઞય, આત્મા જ જ્ઞાન, એવા અભેદપણે અનુભવ કરે તો ભવનો અંત આવી જાય.
૩૮૨ જાણનારો જણાય છે” આ મૂળ વસ્તુ છે અને પાયાની વાત છે.
૩૮૩ તમે ભયંકરથી ભયંકર ભ્રમણામાં છો કેઃ પર જણાય છે, પરંતુ “જાણનાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com