________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત સુખ માને છે. જેમાં જ્ઞાન નથી તેમાં જ્ઞાન માને છે. સુખને જ્ઞાન તો અહીંઆ ભર્યું છે. સુખને જ્ઞાન બહાર નથી. પર પદાર્થમાં જ્ઞાન પણ નથી ને સુખ પણ નથી. માટે પર પદાર્થનું અવલંબન લેનારને જ્ઞાન પણ ન થાય, ને સુખ પણ ન થાય.
ભગવાન આત્મામાં સુખ ભરેલું છે, અને જ્ઞાન પણ ભરેલું છે અને અંતરમુખ થઈ અવલંબન લેતાં સુખ પ્રગટ થાય. આત્માનું સુખ હોં! “હા.' સુખમાં સેલટેક્ષ કે કાંઈ લાગે નહીં. જે આત્મામાં નથી તેને આત્મા કરતો નથી. પુણ્યને કરતો નથી ને ધર્મને પણ કરતો નથી.
૩૭૦
જિજ્ઞાસા- પ્રતિભાસના સમયે ભેદજ્ઞાન થતું નથી તો શું કરવું?
સમાધાન- સ્વપરનાં પ્રતિભાસ વખતે “જાણનાર જણાય છે” ને પર જણાતું નથી તેમ નિષેધ કરવો. મનમાં શક્તિ છે સ્વપરનો વિચાર કરવાની. કે: અકર્તા છું ને કર્તા નથી; તેવો ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં ઉપયોગ અભેદ તરફ ઢળી જશે. અભેદનાં આશ્રયપૂર્વક પરનો નિષેધ કરે છે ને? સવિકલ્પ માનસિક જ્ઞાનમાં નિર્ણય થાય છે.
૩૭૧
ખૂબ જ સારી રીતે, અંતરથી સમજીને આગમથી, યુક્તિથી, તર્કથી ઊંડા અનુમાન જ્ઞાનથી, છીછરું અનુમાન જ્ઞાન આમાં કામ ન લાગે. ત્યારે એનો કાળ પણ પાક્યો છે, અને તે જોરદાર નિષેધ કરે છે, કે: મને પર જણાતું નથી, “ જાણનાર જણાય છે.” ત્યારે બહિર્મુખ જ્ઞાનનો ક્ષય થતો નથી પણ ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે. અથવા શેયાકાર જ્ઞાનનો તિરોભાવ થાય છે. ત્યારે એ અંતરમુખ જ્ઞાન આત્માનાં દર્શન કરી લ્ય છે. ઇન્દ્રિયજ્ઞાન સાથે એકતા તૂટે છે. પરિણતી રહી જાય છે.
હવે ઇન્દ્રિયજ્ઞાન પરને જાણતું પરિણમે છે, પણ હું પરને જાણું છું તે શલ્ય નીકળી ગયું. અજ્ઞાન દશામાં પરને ઇન્દ્રિયજ્ઞાન જાણતું હતું, માનતો હતો કેઃ “હું પરને જાણું છું. જાણે છે બીજો, માને છે “હું પરને જાણું છું, ત્યાં ઇન્દ્રિયજ્ઞાનમાં તેણે એકપણું કર્યું હતું. ભેદજ્ઞાનથી એકતા તોડી અતીન્દ્રિયજ્ઞાન આત્મા સાથે અહમ્ કરી અનુભવ કરે છે ત્યારે ઇન્દ્રિયજ્ઞાનનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com