________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૯ છે અને તેની પ્રવૃત્તિથી આખો સંસાર ઊભો થાય છે.
૧૧૮ સેંકડો ભવ ધારણ કરીને, સેંકડો શાસ્ત્રો વાંચીને, પણ આ વાત ન મળતા એવી દુર્લભ વાત છે – “જાણનારો જણાય છે”
૧૧૯ સ્વીકાર કર કે “જાણનાર જણાય છે.” બાળ ગોપાળમાં હું આવી ગયો કે પછી કોઈ બાદબાકી હશે? બાળ-ગોપાળ સૌને આત્મા જણાય છે કે નહીં ? સમ્યકજ્ઞાનની અપેક્ષા આમાં નથી. એ તો સ્વભાવથી જ જણાયા કરે છે, એવું જ્ઞાન પ્રગટ થાય છે. જેમાં આત્મા જણાય અને પર જણાય નહીં. આ તો ગુણ અને ગુણીના અભેદ થવાની પ્રક્રિયા ચાલે છે. ગુણ એટલે જ્ઞાનની પર્યાય ગુણી એટલે દ્રવ્ય. ભેદ દેખાય તો પર જણાય. અહીંઆ આત્મામાં અભેદ થાય તો પર જણાતું નથી.
પાંચ માણસ પૂછવા આવે, દરિયો ડોળ્યો પણ જાણનારને જાણ્યો નહીં. આગમથી અનંતવાર જાણ્યો પણ અનુભવથી જાણ્યો નહીં. અનુભવથી જાણ્યો તો જ જાણ્યો છે.
૧૨૦ જિજ્ઞાસા: રાગને જાણવાના કાળે ?
સમાધાનઃ “ના.' રાગને જાણવાનો કાળ જ ક્યાં છે? રાગ ઝલકે પણ જણાતો નથી. ત્યારે જાણનાર જાણવામાં આવે છે. જણાય રહ્યો છે તે જણાય જાય છે.
૧૨૧ જ્ઞાન જણાય છે. “જાણનાર જણાય છે , તેવો વિકલ્પ આવશે પણ તે વિકલ્પ લંબાશે નહીં.
૧૨૨
વ્યવહારનો નિષેધ કરે તો સ્વભાવનો પક્ષ અવ્યક્તપણે આવી ગયો. “જાણનાર જણાય છે” તે વિકલ્પ છે કે નિર્વિકલ્પ? શ્રદ્ધામાં તો નિષેધ છે કે પરને નથી જાણતો તો તે વિકલ્પ લંબાતો નથી. વિકલ્પ હોવા છતાં જાત જુદી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com