________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૫૧ ૨૮૪ જે જ્ઞાયકનો પ્રતિભાસ હતો. હવે જેનો સમ્યકદર્શન થવાનો કાળ પાકે છે, ત્યારે તેને અંદરથી આવે છે કે “જાણનારો જણાય છે. મને પર જણાતું નથી.” એવો કાળ જ્યારે આવે છે ત્યારે વિશેષ યાકારજ્ઞાનનો તિરોભાવ થાય છે.
એટલે કે પરનાં લક્ષવાળું ઇન્દ્રિયજ્ઞાન રોકાઈ જાય છે. પણ તેનો અભાવ થતો નથી.
મને “જાણનાર જણાય છે” તો લક્ષ પર ઉપરથી છૂટી જાય છે. અને ઉપયોગ અંદરમાં જઈ શુદ્ધઉપયોગરૂપ થઈ જાય છે. તે શુદ્ધઉપયોગનું લક્ષણ એકાંતે સ્વપ્રકાશક છે. તેમાં સ્વપર પ્રકાશક નથી.
એકાન્ત સ્વપ્રકાશક તેનો ન્યાય શું? કહે - ઉપયોગને એકાંતે સામાન્યનું જ અવલંબન છે, વિશેષનું અવલંબન નથી તો પછી પરનું તો અવલંબન કયાંથી હોય? બન્નેનો પ્રતિભાસ છે તેનો નિષેધ નથી. પરંતુ સાધ્યની સિદ્ધિ સ્વપર પ્રકાશકમાં થતી નથી. ઊલટું સ્વપર પ્રકાશકના પક્ષમાં અજ્ઞાન થઈ જાય છે.
૨૮૫
પરમાત્મા પરિણમતો જ નથી અને પરિણમે છે તો જ્ઞાનરૂપે જ પરિણમે છે. બધાના જ્ઞાનમાં જાણનાર તન્મય છે. માટે જ્ઞાનમાં “ જાણનાર જ જણાય
૨૮૬ જે જ્ઞાનમાં પ્રવચન જણાય છે તે જ્ઞાનમાં આત્મા જણાતો નથી. વિશેષ જ્ઞાનમાં આત્મા જણાતો નથી. સામાન્ય જ્ઞાનમાં જાણનારો રહે છે તેથી સામાન્યજ્ઞાનમાં “ જાણનારો જણાય છે.”
પ્રવચનને જાણનાર જ્ઞાન અલગ છે. આત્માને જાણનાર જ્ઞાન અલગ છે. પરમાત્મામાં પરમાત્માને જાણનારું જ્ઞાન પ્રગટ થાય છે. પરમાત્મામાં પર જાણનારું જ્ઞાન પ્રગટ થતું નથી.
૨૮૭ બે યોને જાણનાર એક જ્ઞાન નથી. સ્વપર બે શયને જાણનાર બે જ્ઞાન છે. જે જ્ઞાનમાં પર જણાય છે તેમાં સ્વ જણાતું નથી. સામાન્યજ્ઞાન એકલા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com