________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૫૭
કહે છે કે: “ જાણનારો જણાય છે ” અસ્તિથી વાત કરો ને ? કે; તને નહીં જણાય. હું ૫૨ને જાણું છું ઈ શલ્ય છૂટું છે.
કોણ ભૂલ બતાવે ? અને આ ભૂલનું જ્ઞાન બધાને ન થાય? પણ કાળ પાકે ત્યારે... “ હું ૫૨ને જાણું છું” ઈ મારી ભૂલ છે તેમ લાગે.
દ
૩૧૯
સમયસારની ૧૪૪ ગાથા છે. એમાં આખા કર્તાકર્મ અધિકારનો સાર છે. આમ કરવાથી જીવને સમ્યગ્દર્શન થાય છે. કેમ કરવાથી ? આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે. તેટલા ભેદથી સમજાવે છે. પણ જ્યારે “ જાણનારો જણાય છે” ત્યારે આ બધા વિકલ્પો શાંત થઈ જાય છે. વિરામ પામી જાય છે. નયોના વિકલ્પ વિરામ પામે છે. એમાં એ ટુ ઝેડ પ્રોસેસ છે. પ્રથમ શું? અને પશ્ચાત શું?
૩૨૦
દ
“હું જાણનાર છું, જાણનાર જણાય છે.” હું જાણના૨ છું અને જાણનાર જણાય છે” તે ભેદથી વાત સમજાવી. પણ ભેદ રહેતો નથી. ભાષાથી સમજાવ્યું માટે ભેદ છે અને ઓલું તો વચનાતીત છે. ભેદ રહેતો નથી. તેણે વાણીનું વાચ્ય ગ્રહણ કરવું જોઈએ. “ જાણનારો જણાય છે” તેમાં અભેદને લેવું જોઈએ. કોઈ વાણીને પકડે કે આ તો તમે ભેદથી વાત કરો છો ? શબ્દ મ્લેચ્છ ન થવું જોઈએ. “ જાણનારો જણાય છે” આ તો મહામુનિનું વાક્ય છે. ૬ઠ્ઠા સાતમા ગુણસ્થાને સ્કૂલનારા મુનિરાજ કહે છે.
૩૨૧
પરિણામ સર્વથા ભિન્ન છે માટે કર્તા નથી. પરિણામથી સર્વથા ભિન્ન છે માટે જાણતો નથી. જ્ઞાન અને શેય તો અભિન્ન છે. જે જ્ઞાન છે તે જ શેય છે, તે જ જ્ઞાતા છે. જાણનારો સમયે સમયે બાળગોપાળ સૌને જણાય રહ્યો છે, તેના ઉ૫૨ વિશ્વાસ નથી આવતો.
૩૨૨
અરીસામાં સોમવારે મોઢું જણાણું. મંગળવારે! આ મોઢું જણાય છે કે દર્પણ જણાય છે? ગુરુની વાણીમાં આવ્યું કે દર્પણની સ્વચ્છતામાં દળ જણાય છે. બીજા દિવસે ગયો મંદિ૨માં; મોઢાનો પ્રતિભાસ તો થાય છે તેને છેકી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com