________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૫૯
૩૨૭
જાણનાર જ જાણવામાં આવી રહ્યો છે તે એક જ વાત નથી સાંભળી, આ એક જ વાત સાંભળવા જેવી છે.
૩૨૮
જાણના૨ને જાણે છે, પ૨ને નથી જાણતો તે જ જીવ છે.
૩૨૯
સ્વભાવ ચાલુ છે. સ્વભાવ શું? “ જાણનારો જણાય છે.” આ સ્વભાવનો કદી અભાવ થયો જ નથી.
૩૩૦
પરિણામને જાણવા જાય તેવો જ્ઞાનનો સ્વભાવ નથી, પરિણામને ભગવાને પરદ્રવ્ય કહ્યું છે. આહારનાં પરિણામ, પુણ્યના પરિણામ, તેને જ્ઞેય બનાવે તો, ભગવાન આત્મા જ્ઞાનનું જ્ઞેય રહી જશે. તેને જાણનાર જણાતો હોવા છતાં નહીં જણાય. પરિણામ પરજ્ઞેય છે, સ્વજ્ઞેય નથી.
૩૩૧
66
જાણનારો જણાય છે” તેમ (કુંદામૃત કહાન સ્વાધ્યાય મંદિરમાં) લખ્યું છે. જાણનારો જણાશે તેમ નથી લખ્યું. બાળ ગોપાળને જણાય છે. જે વાંચે તેને “ જાણનારો જણાય છે” તેમ લખ્યું છે.
જિજ્ઞાસાઃ- તો પ્રત્યક્ષ કેમ થતો નથી ?
સમાધાનઃ- ૫૨ને જાણું છું, કાં પર્યાયને જાણું છું, તે શલ્ય રહી ગયું. દ્રવ્યલિંગી મુનિની આ ભૂલ રહી ગઈ. તો પછી સામાન્ય માણસ તો ગોથું ખાય
જ ને?!
૩૩૨
પરને જાણે છે તેમાં ઇન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે. “૫૨ને જાણતો નથી જાણનાર જણાય છે” તેમાં અનુભવ થાય છે. અનુભવ થયા પછી તે કોની વાત માને ?! સાકર પંચમકાળ છે માટે મોળી છે? અરે! મેં ચાખી છે પછી મોળીની વાત ક્યાં છે?! ચોથાકાળમાં મીઠી પંચમકાળમાં મોળી તેમ ન હોય.
વેદય=જાણવું. વેદક= જાણનારો. વેદ ટુ નો. અહીં વેદ તે ભોક્તાના રૂપમાં નથી. “ જાણનારો જણાય છે”, “ જાણનારો જણાય છે” તેમ બે ભેદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com