________________
૫૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે (ભૂસી) ન નખાય.
કાલે તો મોટું જણાતું હતું, આજે દળ જણાય છે. ત્યાં ત્રીજો કોઈક આવ્યો; એમ રહેવા દો! મોટું પણ જણાય અને દળ પણ જણાય તેવું અનેકાન્ત રાખો તમે!
નિશ્ચયની વાત સાંભળનારા, કહેનારા, અનુભવનારા ઓછા જ હોય. અપર પ્રકાશકમાં પ્રતિભાસની મુખ્યતા છે. જાણવાની મુખ્યતા નથી. સ્વપ્રકાશક કહ્યો ત્યાં નિશ્ચય કહ્યો છે. આપણે વ્યવહારના વચનમાંથી નિશ્ચય કાઢી લેવો જોઈએ.
૩૨૩ (૧) સમકિત થશે ત્યારે ? જાણનારો જણાય છે તેમાં થશે. (૨) શ્રેણી થશે ત્યારે; ને જાણનારો જણાય છે તેમાં થશે. (૩) મોક્ષ થશે ત્યારે; જાણનારો જણાય છે તેમાં થશે.
૩૨૪
અપર પ્રકાશક છે છતાં પણ પરને જાણતો નથી; સ્વને જ જાણે છે. સ્વપર પ્રકાશક કોયડો છે. સ્વપર પ્રકાશકને ( જૈન દર્શનમાંથી) ઉડાડીને? કે: “ના.' સ્વપર પ્રકાશકને રાખીને સ્વપ્રકાશક થઈ જાય છે. સ્વ૫ર પ્રકાશક ઊડતું નથી. અનંત પદાર્થો, લોકાલોકનો પ્રતિભાસ થાય છે; પણ તે જણાતું નથી. હવે
જ્યારે અનુભવનો કાળ આવે ત્યારે, એટલે કે પરનાં પ્રતિભાસના કાળે પર તો જણાતું નથી, પરનો પ્રતિભાસ થયો તે પણ જણાતું નથી પણ “જાણનારો જણાય છે. ત્યાં એને અનુભવ થઈ જાય છે.
૩૨૫ “જાણનારો જણાય છે” તે જૈનનો જવાબ છે, અને પર જણાય છે તે ભ્રમણાનું ભૂત છે.
૩૨૬ આબાળ-ગોપાળ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ જાણવામાં આવી રહ્યો છે. અર્થાત્ “ જાણનારો જણાય છે. આવું વિચારશે, નિર્ણય કરશે, તો અનુભવ થઈ જશે. આ નાને મોઢે મોટી વાત નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com