________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૬૧ નક્કી કરે કે ઓહો ! મને તો “જાણનાર જણાય છે. તો અનુભવ થઈ જાય છે.
કાં તો જ્ઞાનીનો યોગ થાય ત્યારે દેશના મળે કે તને દેહ જણાતો નથી હોં!! પર ય જણાતું નથી. તારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. અમને જ્ઞાયક જણાય છે; તમને જ્ઞાયક જણાય છે એવો ઉપદેશ ક્યાં આવ્યો ત્યાં ઈ પરનો નિષેધ કરી, વ્યવહારનો નિષેધ કરી; “જાણનાર જણાય છે” તેમાં આવી ગયો. તે બોધિ બુદ્ધત્વપણું થયું. આમ ઉપદેશથી પણ અનુભવ થાય.
૩૩૮ જ્ઞાન આત્માને જ જાણી રહ્યું છે, અને “જાણનાર જ જાણવામાં” આવી રહ્યો છે. હે! મોક્ષાર્થી જીવો! આનું પરમ ઉલ્લાસથી શ્રદ્ધાન કરો.
૩૩૯
પદ્રવ્યોને હું જાણું છું તેવો આગ્રહ કરે છે. જગતના જીવો તે તો સમ્યકની સન્મુખ નથી. બધાના આત્મા પરને ન જાણે એવા જ છે હો !! સ્વને જાણવું છૂટે નહીં તેમ લેવું હોં!! ભલે પ્રત્યક્ષ ન થાય, પણ પરોક્ષમાં તો આવી જાય. પરને જાણે તેવો જ્ઞાનનો સ્વભાવ નથી. સ્વને જાણે તેવો જ જ્ઞાનનો સ્વભાવ છે.
સ્વ કદાચ પ્રત્યક્ષ ન થાય તો પરોક્ષમાં રાખ કે: બાળ ગોપાળ સૌને “ જાણનાર જણાય છે.” એટલે પ્રતિભાસ તો થઈ રહ્યો છે. પરોક્ષ અનુભૂતિ તો થઈ રહી છે, પણ પર જણાય છે તેમ માને તો તેને પ્રત્યક્ષ અનુભૂતિ ક્યાંથી થાય? બહાર વયો ગયો.
કળશટીકા કળશ નં-૮માં ઉધોતમાન- ઉન્નયમાનમ્ તે બે શબ્દો લખ્યા છે. “જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. એટલે પરને જાણતો નથી. વિષય બહુ સારો બહાર આવ્યો છે. શયની ભૂલ નીકળી જશે.
૩૪૦
યુગલજી સાહેબ ભીંડની શિબિર વખતે બહુ પ્રમોદિત થયા. પર મારું ય નથી તો આત્મા શૈય થઈ જશે. વિધિ-નિષેધ કર કે “ જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com