________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬
જાણનારો જણાય છે ભગવાને કહ્યું, “જે જાણવામાં આવી રહ્યો છે તેને જાણ.” બન્નેની સંધિ છે. એક આચાર્યે કહ્યું કે “ જાણનારને જાણ ! તો કર્તા બુદ્ધિ પુષ્ટ થાય છે તેમ નથી. અમૃતચંદ્ર આચાર્ય કહે છે કેઃ “જાણવામાં આવી રહ્યો છે તેને તું જાણ” માટે જ્ઞાતાબુદ્ધિ થાય છે તેમ નથી. વિવિક્ષા સમજવી જોઈએ.
૩૧૫
અતીન્દ્રિય જ્ઞાન તો છે નહીં, અને ઇન્દ્રિયજ્ઞાનમાં આત્મા જણાતો નથી ! તો આચાર્ય ભગવાને કેવી રીતે કહ્યું કેઃ “જાણનાર જણાય રહ્યો છે !? સામાન્ય જ્ઞાનમાં બધાને અનુભૂતિ સ્વરૂપ આત્મા જાણવામાં આવે છે. તેમ જ જાણે છે તેને સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે. તે નવું પ્રગટ થાય છે. વિશેષ નવું પ્રગટ થાય છે. સામાન્ય છે તે નવું પ્રગટ થતું નથી. ઘટના નવી ઘટિત થાય છે. કારણ કે તે ઘટના છે. સ્વભાવ નથી અને સ્વભાવ નવો ન થાય.
૩૧૬
ન સમજાય તો મૂંઝાવું નહીં. “હું જાણનાર છું, અને જાણનાર જણાય છે”, તેણે આખું જિનશાસન જાણી લીધું. બાકી કાંઈ રહેતું નથી.
૩૧૭
અભવી નિગોદિયાને સ્વપરનો પ્રતિભાસ થાય છે; પ્રતિભાસ ટળતો નથી, પણ જ્યારે નિષેધ કરે કે: “મને જાણનારો જણાય છે, ત્યારે પરનો પ્રતિભાસ રહી જાય છે, અને ઉપયોગ કન્વર્ટ થઈને અતીન્દ્રિયજ્ઞાન થઈ જાય છે. પણ આ કોયડો ઉકેલવો કઠિન છે. નિકટ ભવીને કોયડાનો ઉકેલ જરૂર આવી જાય છે.
૩૧૮
તે વાક્ય એટલું ઇમ્પોર્ટન્ટ છે કે... મારી પાસે આવીને ઘણાં પ્રશ્ન કરે છે કેઃ અસ્તિથી વાત કરો ને? પ્રશ્ન તો થાય ને? ત્યારે મેં કહ્યું? પર નથી જણાતું તેમ શા માટે કહ્યું ખબર છે? એને શલ્ય છે કે પર જણાય છે. ઈ. શલ્ય કાઢવા માટે પર જણાતું નથી કહ્યું. ત્યારે અસ્તિમાં આવશે. ત્યારે અંદરમાં આવશે. પ૨ જણાય છે તે શ્રદ્ધાનમાં છે ને? સ્વ૫ર જણાય છે તે મિથ્યા શ્રદ્ધા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com