________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪
જાણનારો જણાય છે આવી જ રહ્યો છે. આત્માને જાણવો નથી. ચાલુ ફંકશનનો સ્વીકાર કરવો તે મહાન પુરુષાર્થ છે.
૨૯૯ “જાણનાર જણાય છે.” ઉપયોગમાં ઉપયોગ છે. આ ઉપયોગમાં લોકાલોક તો જણાતું નથી, પણ ઉપયોગય જાણવામાં આવતો નથી. જ્ઞાનમાં તો જ્ઞાયક જ જણાય છે. જ્ઞાન જ્ઞાનને નથી જાણતું તો તે જ્ઞાનની પર્યાય પરને કેમ જાણે ? જ્ઞાનની પર્યાય પોતાનું અસ્તિત્વ ભૂલીને જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે. માટે તે આત્મા જ છે.
૩00 ચોટ લાગે તો કામ થાય અને “હું પરને જાણું છું' તે નીકળી જાય અને “જાણનારો જણાય જાય.” ઇન્દ્રિયજ્ઞાન રહી જાય.
૩૦૧ જ્ઞાન પ્રગટ થઈ રહ્યું છે. અર્થાત જ્ઞાનમાં જાણનાર જ્ઞાયક જ જણાય રહ્યો છે, તેનું નામ સંવર, તેનું નામ વિશેષ જ્ઞાન, તેનું નામ ધર્મ, વિશેષમાં વિશેષનો સ્વીકાર નથી થતો, વિશેષમાં તો સામાન્યનો સ્વીકાર થઈ રહ્યો છે.
૩૦૨ આત્માને જાણો! આત્માને જાણો! હવે તો જાણનાર જાણવામાં આવી રહ્યો છે તો પુરુષાર્થ શું કરવો? પહેલાં જાણનારને જાણવો છે તેમ હતું, હવે તો જાણનાર જણાય રહ્યો છે. તેથી કાંઈ કરવાનું નથી. વાસ્તવમાં તારે કાંઈ જ કરવાનું નથી. જેવો છે તેવો સ્વીકાર કરવાનો છે. બસ એટલું જ છે.
૩૦૩
જિજ્ઞાસાઃ જાણનાર જાણવામાં આવે તેવો કોઈ ઉપાય બતાવો?
સમાધાન: હે! ભવ્ય! તને નિરંતર જાણનાર જ જાણવામાં આવી રહ્યો છે. પરને તું જાણતો જ નથી. પરને તે કદી જાણ્યું પણ નથી.
૩૦૪ બધાને “જાણનારો જણાય છે” તેથી તો બધા જાણનાર છે.
૩૦૫ “ જાણનાર જણાય છે તે જ્ઞાન અને પર નથી જણાતું તે વૈરાગ્ય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com