________________
પ૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે જાણનારને જ જાણે છે પરને જાણતું જ નથી.
૨૮૮ લક્ષણ અને લક્ષનો ભેદ રહે ત્યાં સુધી પણ આત્મા જણાય નહીં. જ્ઞાનમાં આત્મા જણાય છે. તેમાં પણ આત્મા જણાતો નથી, તો પછી શાનમાં સ્વપર જણાય છે તેમાં તો આત્મા કયાંથી જણાશે બાપલા તને! રહેવા દે !! રહેવા દે !! આવી જા મોક્ષમાર્ગમાં. “જાણનારો જણાય છે તેમ લઈ લેને; પર જણાતું નથી. ખરેખર શબ્દ કેમ લગાવ્યો? પ્રતિભાસ થાય છે લોકાલોકનો એને ઉડાડી ન શકાય પણ પ્રતિભાસ હોવા છતાં એનું લક્ષ ફરી ગયું. શરીરનો પ્રતિભાસ છે, લક્ષ ફરી ગયું બસ. જ્ઞાયક જણાય છે. પ્રતિભાસ રહી ગયો ને અનુભવ થઈ ગયો. પ્રતિભાસને ઉડાડાય નહીં.
૨૮૯ આ કોના ઘરમાંથી વાત આવી છે કે છ દ્રવ્યને જ્ઞાન જાણતું નથી. કોઈ તીર્થકરે આવું કહ્યું છે? અનંતા તીર્થંકરો થયા. વર્તમાનમાં થશે, ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું છે. કોઈ તીર્થકરે કહ્યું જ નથી કે જ્ઞાન પરને જાણે છે. તે તો જાણનારને જાણે છે; પરને જાણતું નથી (પ) વ્યવહારે તો શેય ખરું ને ? વ્યવહારે ન્નય એટલે એમ છે નહીં. ઉપચારના કથન છે બધા. ઘણાં જીવોનો કાળ પાક્યો હશે, એટલે આ ગુપ્ત ખજાનો બહાર આવી ગયો.
૨૯૦ ખરેખર ચાર ગતિમાંથી કોઈ ગતિની ભાવના જ ન હોય. મારામાં કોઈ ગતિ જ નથી. તેમાં એમ કહ્યું કે.. “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન”. “હું જાણનાર છું, કરનાર નથી. તેમાં બાર અંગનો સાર છે. પછી “ જાણનાર જણાય છે” ને બીજું કાંઈ જણાતું નથી. કેમકે જાણનારમાં બીજું કાંઈ છે જ નહીં. તો કયાંથી જણાય? તેની તો આ ચર્ચા ચાલે છે. આ ક્ષાયિકભાવનાં સ્થાનો નથી. આ ક્ષયોપશમભાવનાં સ્થાનો નથી.
૨૯૧ પરનું, ભેદનું, લક્ષ કરવું તે જ્ઞાનનો સ્વભાવ નથી. “ જાણનાર જણાય છે” તેને જાણવું તે જ્ઞાનનો સ્વભાવ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com