________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦
જાણનારો જણાય છે
૨૭૯
હું જાણનાર છું અને જાણનાર મને જણાય છે, એટલું જ મારું કાર્ય છે. રાગ જાણનારનું કાર્ય નથી. કેમકે રાગ જણાતો નથી. જણાય તો એ કર્મ થઈ જાય.
૨૮૦ “જ્ઞાયક નથી ત્યમ પર તણો.” જ્ઞાયક પરનો નથી. અર્થાત્ પરને જાણતો નથી અને જ્ઞાયક તો જ્ઞાયક જ છે. આમાં જ્ઞાન જ્ઞાયકને જાણી લ્ય છે. તે સમયે જ્ઞાયક પરને નથી જાણતો તેનો નિષેધક નિશ્ચયનય છે. અને આ નિશ્ચયનય છે તે બે રૂપે છે. જ્યાં પરને જાણવાનો નિશ્ચયથી નિષેધ કર્યો ત્યાં “જાણનાર જણાય” ગયો. આ નિશ્ચયનય છે તે પરિણમનરૂપ છે, વિકલ્પરૂપ નથી.
૨૮૧
જેને તું દેખી રહ્યો છે તેને જોવાનું બંધ કરે તો તને દેખનારો દેખાશે. પરને નથી જાણતો! તો જાણનાર તો છે ને? તે કોને જાણે છે? કે: જાણનાર જાણવાવાળાને જાણે છે. એ વાત તરત જ સમજમાં આવશે. કેમકે જાણવાવાળાને કોઈને કોઈ વિષય અવશ્ય હોય જ છે. પર જ્ઞાનનો વિષય નથી, તો જ્ઞાનનો વિષય કોઈને કોઈ તો છે જ. પરને જાણવાનું બંધ કર તો જાણનારો આપોઆપ જ્ઞાનનો વિષય થઈ જશે. વિષય બનાવવો પડતો નથી. આપો આપ વિષય બની જાય છે.
૨૮૨
અત્યારે તો જાણનારો જણાય છે તેનો સ્વર્ણિમ્ અવસર આવી ગયો છે. જે જીવનો મોક્ષે જવાનો કાળ નિકટ આવી ગયો છે તેને સ્વયં અંદરથી જાણનારો જ જ્ઞયપણે ભાસિત થાય છે.
૨૮૩
“અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય રહ્યો છે”; જાણવામાં આવે છે તેનો અર્થ: “ઉપયોગમાં ઉપયોગ છે.” “ઉપયોગમાં ઉપયોગ છે” તેમાં પણ
સ્વપ્રકાશકપણું નીકળ્યું. ઉપયોગમાં ઉપયોગ છે માટે “જાણનાર જ જણાય છે , તેથી સ્વપ્રકાશક જ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com