________________
જવાની વા વધી ગયા છે તેમ ની શાન છે
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८
જાણનારો જણાય છે જાણવાનું બંધ કરતાં “જાણનાર જણાય છે તેમ લેતાં પોતાના અસ્તિત્વનો નિર્ણય થાય છે.
૨૭૧
પરને જાણવાનું બંધ તો કરો જરાક તો જાણનારો નિયમથી જાણવામાં આવશે. જેમને જેમને જાણવામાં આવ્યો હતો, તેમણે તેમણે પરને જાણવાનો નિષેધ કરતાં જ તરત જ જાણવામાં આવ્યો હતો. જેમને જાણવામાં આવી રહ્યો છે તેમને પણ પરને જાણવાનો નિષેધ કરતાં તરત જ જાણવામાં આવી જાય છે. અહા! જે પરને જાણવાનો નિષેધ કરે તેને જ જાણનાર જાણવામાં આવે છે. આ સૈકાલિક સત્ય છે.
૨૭૨
જાણનાર જણાય રહ્યો છે એવો તમારો સ્વભાવ છે. પર જાણવામાં ન આવે એવો પણ તમારો સ્વભાવ જ છે. જ્ઞાનમાં સ્વભાવથી જ “ જાણનાર જણાય છે.” આ નયની વાત નથી.
૨૭૩
“જાનનક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી.” રાગાદિથી મોક્ષ સુધીના પરિણામ છે તે અજીવના છે તેથી નિષેધવામાં આવ્યા છે. ઉપયોગ કર્માધીન નથી, કર્મથી નિરપેક્ષ છે. ઉપયોગ તો સ્વભાવભૂત ક્રિયા હોવાથી તેમાં જાણનારો જ જાણવામાં આવે છે.
૨૭૪
“જાણનાર મને જણાય છે” તેમાં કોઈ પણ પ્રકારના વ્યવહારનયનો વિકલ્પ કે નિશ્ચયનયનાં વિકલ્પ હોતા નથી. સ્વભાવ સુધી પહોંચી જાય તો વિકલ્પની ઉત્પત્તિ થતી નથી. મનના સંગે વિકલ્પ ઉત્પન્ન થતા હતા, હવે આત્માનાં-સ્વભાવનાં સંગે જાય તો વિકલ્પ રહેતા નથી.
૨૭૫
જિજ્ઞાસા: કેવો “જાણનાર જણાય છે” ?
સમાધાન: ઈ... ન પૂછો તો સારું. કેમકે ધ્યેય જણાય છે કે અભેદ ય જણાય છે, એવા ભેદ પાડશો તો જાણનાર નહીં રહે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com