________________
૪૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે. પરપદાર્થ પ્રતિભાસવા છતાં અજ્ઞાન કેમ થતું નથી? શેય લુબ્ધ કેમ થતો નથી ? શયમાં એકાકાર કેમ થતો નથી?
કારણ કે... જ્ઞયાકાર અવસ્થામાં, આહા! ય છે તેનો પ્રતિભાસ અહીંયા થાય છે. (અંદર) તો જ્ઞાનાકાર. પરંતુ યોની અપેક્ષાથી એને જોયાકાર જ્ઞાન કહેવામાં આવે છે.
આ જોયો જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે ત્યારે “જાણનાર જણાય છે.” એટલે જ્ઞયકૃત અશુદ્ધતા થતી નથી. શેયોમાં આત્મબુદ્ધિ લાગુ પડતી નથી. રાગ જણાય તો હું રાગી તેમ એને થતું નથી. દુઃખ જણાય ત્યારે હું દુઃખી તેમ તેને થતું નથી.
ન થવાનું કારણ શું? કે દુ:ખ પ્રતિભાસે છે ત્યારે સુખમય આત્મા સમયે સમયે જણાય છે. “જાણનાર જણાય છે.” એટલે દુઃખમાં આત્મબુદ્ધિ, દુઃખમાં ભોક્તાબુદ્ધિ અને દુઃખમાં જ્ઞાતાબુદ્ધિ થતી નથી.
૨૫૯ જાણનાર જણાય છે, પર નહીં તેનું નામ મોક્ષ. પર જણાય છે તેનું નામ સંસાર.
૨૬૦
આખા વિશ્વમાં એક જાણનાર જ જાણનારપણે જણાય છે. તેને અંદરથી જ ભાસવા લાગે છે કે એક જ્ઞાયક જ શેય છે. જેમાં જ્ઞાન તન્મય થાય એવું જ્ઞય તો એક જ્ઞાયક જ છે. જેને અંદરથી શ્રદ્ધાથી ભાસિત થાય છે તેને પરને જાણવાનો નિષેધ કરવાવાળી એવી નિશ્ચયનયની વાણી પણ મળી જાય છે.
૨૬૧
પરને જાણતો નથી એમ કહ્યું! તેમાં શું આવી ગયું સાથે ? કે: જાણનારને જ જાણે છે. જાણનારને કેવી રીતે જાણે છે? કે હું જાણનાર છે તેમ જાણે છે. તમે પરને જાણવાનો નિષેધ કરો જરા! તમને સ્વયં પોતાથી ઓટોમેટિક જાણનાર જાણવામાં આવશે.
ર૬ર જાણનાર જણાય છે” ઈ બે અભેદ કરો તો હું તો જ્ઞાતા જ છું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com