________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
પપ
૩૦૬
જાણનાર અખંડ જ્ઞાયક ભગવાન તે જાણવાના સ્વભાવથી ભરેલો છે. અને તે કદી પરને જાણવા ગયો જ નથી, તેવા જાણનારને જાણું છું.
૩૦૭ જાણનારો પરને જાણતો જ નથી. જાણનારો જાણનારાને જ જાણે છે. આ જ્ઞાનના વિશ્વાસ વિના વિષયોની અભિલાષા (પરને જાણવાની) છૂટતી નથી.
૩૦૮ જાણનારને જ જાણે છે, અને જાણનાર જ જણાય છે તેવો આ જ્ઞાયક ય
૩૦૯
જ્ઞાનનો સ્વભાવ એવો છે કે જાણનારને જાણતાં જાણનારો જ જણાય.
૩૧૦ જાણનારો જણાય છે” ખરેખર પર જણાતું નથી તેમાં ત્યાગધર્મ આવી ગયો.
૩૧૧ પરને જાણતો નથી, અને જાણનારો જણાય છે એવું ઘૂંટણ અંદરથી ઊપડશે તો શેય ફરી જશે.
૩૧૨ બીજું ખરેખર કાંઈ જણાતું નથી; જાણનાર જણાય છે “તેમાં બીજું ખરેખર કાંઈ જણાતું નથી” તેમાં ઘણો માલ છે.
૩૧૩ હું અનાદિકાળથી જ્ઞાનની બહાર ગયો જ નથી. આત્મા ચાર ગતિમાં ઘૂમ્યો છે તે આત્મકથા નથી, સંસારકથા છે. આત્મકથા તો એટલી જ છે; “જ્ઞાનમાં જાણનારો જણાય રહ્યો છે, તેનો સ્વીકાર તે પુરુષાર્થ છે અને તે ધર્મ છે.
૩૧૪ કુંદકુંદ આચાર્ય ભગવાને કહ્યું, “તું જાણનારને જાણ.” અમૃતચંદ્ર આચાર્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com