________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૩૭ નથી, પછી ઈ... દુઃખને હું જાણતો એ નથી. “હું જાણનાર છું, અને જાણનાર જણાય છે.” એવો પ્રયોગ કરશે તો અનુભવ થઈ જશે.
૨૨૦ આ પદાર્થ જ્ઞય છે. શેયના બે પ્રકાર છે. એક સ્વજ્ઞય બીજું પરજ્ઞય છે. શેય તરીકે જગતમાં છ દ્રવ્યો છે. યાકાર થવાથી એટલે જ્ઞયો જ્ઞાનમાં પ્રતિભાસે છે, જણાય રહ્યા છે ત્યારે જ્ઞાન એને જાણતું નથી.
જણાય છે ખરાં!! પણ જ્ઞાન એને જાણતું નથી. ને એ જણાયા કરે, જણાવવાનું ( પ્રતિભાવાનું ) બંધ ન થાય, પણ એને જાણવાનું બંધ થઈ જાય. એને જ્યાં સુધી એમ લાગે છે ને કે આ શેયો છે તે મને જણાય છે ત્યાં સુધી અજ્ઞાની છે પણ આ શેયોનો તો માત્ર પ્રતિભાસ થાય છે, ત્યારે આ શેયો મને નથી જણાતા મને તો જ્ઞાયક જણાય છે. તે જ સમયે શેયથી વ્યાવૃત થઈને એટલે શયથી પાછો ફરીને !! શેયને જાણવા રોકાણો હતો, તેને જાણવાનું બંધ થઈ જાય છે.
“ જાણનાર જણાય છે ત્યાં આખો શુદ્ધોપયોગ થઈને અનુભવ થઈ જાય છે. એ વાત આમાં મૂકી છે. ધ્યાન રાખીને સાંભળવા જેવું છે. પ્રયોગ કરશે તો સફળ થશે. આ પ્રયોગ અફર છે.
કદાચિત્ અનુભવ થાય, કદાચિત્ અનુભવ ન થાય એમ આમાં કદાચિત્ કે કથંચિત્ નથી. સર્વથા છે. જે આ સંતો કહે છે તેમ કરે તો અનુભવ થયા વિના રહેતો નથી.
સંતો કહે છે તેમ કર, તારી માન્યતાને છોડી દે! હું પરને જાણું છું, શું નથી જાણતો? શું અપર પ્રકાશક નથી ? નહીંતર એકાંત થઈ જશે. એ લાકડાં બધાં કાઢી નાખ. એકવાર અમે કહીએ છીએ તેમ પ્રયોગ કર.
૨૨૧
પરને નથી જાણતો “જાણનારો જ જણાય છે” અને જાણનારને જ જાણે છે તેવી જીવ વસ્તુ છે.
૨૨૨ તમારાથી કાંઈ ન બને તો આટલું કરજો ! હું પરને જાણતો નથી તો અવ્યક્તપણે પણ “ જાણનાર જણાઈ જશે અને તમે જાણનારમાં આવી જશો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com