________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦
જાણનારો જણાય છે જ્ઞાનમાં રાગ જણાય છે તો જ્ઞાયકે દષ્ટિમાંથી ગયો ને ઉપયોગ લક્ષણ પણ ગયું. રાગ નથી જણાતો “જાણનાર જણાય છે,” તેમ લેને એક વાર! થોડી વાર તો પ્રયોગકર તેમ શીખવાડે છે.
૨૩૩ જિજ્ઞાસા: પ્રતિસમય અજ્ઞાનીને પણ આત્મા જાણવામાં આવે છે?
સમાધાનઃ પ્રતિસમય અજ્ઞાનીને પણ “જાણનાર જણાય છે, છતાં પણ એક સમય પણ જાણતો નથી. માટે જાણવાનું બાકી છે. જ્ઞાનમાં તેનો પ્રતિભાસ થાય છે. જ્ઞાનમાં જ્ઞાનત્વ છે અને જ્ઞાયકમાં શેયત્વ છે, તેથી જણાય છે પણ જાણતો નથી. જાણે તો સમ્યકજ્ઞાન થાય. એક જાણવાનું બાકી રહી ગયું. જણાવા છતાં (નિષેધ ) નકાર કરે છે. હુંકાર કરે તો સમ્યકદર્શન થઈ જાય. પ્રતિભાસ તો હુર સમયે થાય છે.
૨૩૪ વર્તમાન ચેતનામાં આત્મા જણાય છે. કેવળજ્ઞાનમાં આત્મા જણાય છે, તેમ મારા ચિવિવર્તનમાં “જાણનાર જણાય છે” તો પ્રત્યક્ષ થઈ જાય છે.
૨૩૫
પર્યાય તરફથી વિચાર કરવો હોય તો એમ વિચારવું કે મારા જ્ઞાનની પર્યાયમાં “જાણનાર જણાય છે,” પર જણાતું નથી. ઉપયોગમાં ઉપયોગ છે. જે છે તે જણાય છે. રાગ નથી તો રાગ જ્ઞાનનું શય થતું નથી.
૨૩૬ જિજ્ઞાસાઃ રાગ જ્ઞાનનું જ્ઞય છે?
સમાધાનઃ જ્ઞાનનું જ્ઞય ભગવાન આત્મા છે. ધ્યાનનું ધ્યેય ભગવાન આત્મા છે. રાગનું કરવું રાગનું જાણવું સંસાર છે.
“જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો” એટલે કે જોયો જે રાગાદિ, દુઃખાદિ, જણાય તો જણાય! પણ હું તેને જાણતો નથી. હું તો જાણનાર જણાય છે તેને જાણું છું. વિશેષ સામાન્યને જાણે છે. જેનું વિશેષ છે તેને જ જાણે છે.
આ ટયુબલાઈટ છે ને?! પ્રકાશ છે ને?! આ પર પદાર્થને પ્રસિદ્ધ નથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com