________________
૩૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે તેવા કાળે ! જે પ્રતિભાસ થાય છે તે જણાય છે કે તે વખતે આત્મા જણાય છે? જો એમ લાગે કે આ પર શેયો જણાય છે તો અજ્ઞાની. આ પરયોનો પ્રતિભાસ થાય છે ત્યારે પણ પ્રતિભાસ નથી જણાતો પણ “જાણનાર જણાય છે. તો અંદરમાં આવીને અનુભવ થઈ જાય છે. આ અનુભવની વિધિ છે.
૨૧૮
આત્મા આત્માને જાણે છે તેવો ભેદ છૂટી જાય છે. જ્ઞાયક જ્ઞાયક જ છે, તેમાં અનુભવ થાય છે તેમાં ભેદ છૂટીને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય છે. તેથી જ્ઞાતા તે તો તે જ છે. “જાણનારો તે જ્ઞાયક અને જણાયો તે પણ જ્ઞાયક જ છે” પરિણમન થઈ જાય છે પછી જ્ઞાતા, જ્ઞાન, શેયનાં ભેદ રહેતા નથી.
૨૧૯
કષાયથી અનુરંજિત પરિણામ તેને વેશ્યા કહેવામાં આવે છે. આખો દિવસ, ચોવીસ કલાક ઉપયોગને રાગમાં રગદોળે છે. આહા! ઉપયોગ તેનાથી રાગથી ભિન્ન છે. “ઉપયોગમાં ઉપયોગ છે.” ઉપયોગમાં રાગ નથી તેવો ઉપયોગ છે, જેમાં આત્મા જણાઈ રહ્યો છે; અને જેમાં પર જણાતું નથી. છતાં ઉપયોગમાં રાગનો પ્રતિભાસ થાય છે. પ્રતિભાનો નિષેધ નથી, પણ મને ઈ. જણાય છે તેનો નિષેધ છે. એ જણાતું નથી. “જાણનાર જણાય છે” એમ કહે છે.
સામાન્યનું વિશેષ સામાન્યને જ પ્રસિદ્ધ કરે તે ન્યાયેઃ ઉપયોગ રાગને પ્રસિદ્ધ કરતો નથી કારણ કે તે રાગનું વિશેષ નથી. ઉપયોગ શરીરનું વિશેષ નથી, માટે શરીરને પ્રસિદ્ધ કરતું નથી. શરીરનો પ્રતિભાસ થાય ત્યારે શરીરને જાણતું નથી. રાગનો પ્રતિભાસ થાય ત્યારે જ્ઞાન રાગને જાણતું નથી.
દુઃખનો પ્રતિભાસ થાય ત્યારે દુઃખને વેદતો તો નથી પણ દુઃખનો જ્ઞાયકે નથી. આ લંડનમાં લક્ષ્મીબહેન બીમાર હતાં ત્યારે કહ્યું હતું. ઈલાબહેન બીમાર હતાં ત્યારે પણ કહ્યું હતું. બન્નેને કેન્સર હતું. લંડનથી ફોન આવ્યો કે ડોકટરે કહ્યું છે અને હવે છેલ્લો ટાઈમ છે તો સંલેખના વ્રત, પચ્ચખાણ, ત્યાગ કાંઈ કરાવીએ? મેં તેમને કહ્યું!! ઈ. રવાડે બિલકુલ ચડશો નહીં.
પર્યાયમાં જે દુઃખ થાય, દુઃખનું પર્યાયમાં વેદના થાય, તેનો આત્મા વેદક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com