________________
उ४
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે કોઈ અપૂર્વ પણ આવે છે. અને પછી થોડીજક્ષણોમાં સેકંડોમાં અનુભવ થાય છે. ઈ.. તો પોતાના ઘોલનમાં છે ને અનુભવ થઈ જાય છે. તેથી તમારે આ જાતની પ્રેક્ટિસ કરવી આ એક જ ઉપાય છે.
૨૦૮ ભગવાન! તું પરને જાણતો જ નથી. પૂ. ગુરુદેવ ફરમાવે છે. એટલે કે તારા જ્ઞાનમાં “જાણનારો જણાય છે.” વાહ રે મારો દિવસ સુધરી ગયો.
૨૦૯ જે પરને જાણતો નથી તેવા જાણનારને જાણું છું. “હું જાણનાર છું' એમ જેને આવ્યું તેને “જાણનારો જ જણાય છે.”
૨૧૦ આ સ્વભાવની વાત આવી છે. પરને જાણતો નથી અને પર જણાતું નથી. “જાણનારો જણાય છે” અને જ્ઞાન જાણનારને જ જાણે છે. આ વાતની જેટલી જે કિંમત કરશે તે નિયમથી મોક્ષમાગી જ હશે. એને કેવળજ્ઞાન થઈ જવાનું એટલી પાકી વાત છે, અને એટલી જ સાચી વાત છે. લખી લ્યો લખાવી લ્યો એવી વાત છે.
૨૧૧ જ્ઞાનીના એક વચન ઉપર વિશ્વાસ કરને!! જ્ઞાનીનું વચન માત્ર આટલું જ છે કેઃ તને “જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી.” આના ઉપર વિશ્વાસ રાખીને તું અંદરમાં જા, પ્રયોગ કર! તને એવું જ સ્વરૂપ ભાસશે. અમારી ગેરંટી છે.
૨૧૨ જેને જ્ઞાન થતું ભાસે છે તેને ક્રોધાદિ થતા ભાસતા નથી. તેમ જેને “ જાણનારો જણાય છે” તેમ ભાસે છે, તેને પર જણાય છે એમ ભાસતું નથી.
૨૧૩
જ્યાં સુધી શુદ્ધાત્માનું સ્વરૂપ ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી “ જાણનાર જણાય છે” તે ખ્યાલમાં નહીં આવે. તેને એમ થાય છે કે જાણનારાને જાણો નથી તો જણાશે કયાંથી? જાણનારમાં પરિણામ માત્રનો અભાવ છે. જાણનારા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com