________________
૨૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે (૩) “જાણનારો જણાય છે.” – એ જ શરણ છે. ત્રણ લોકમાં આનાથી સર્વોત્કૃષ્ટ કાંઈ જ નથી.
૧૬૫
“જાણનારો જણાય છે” ખરેખર પર જણાતું નથી. આ પ્રેક્ટિસથી જાણનારો સાક્ષાત થઈ જાય છે.
૧૬૬ જાણનાર છું ને કરનાર નથી. જાણનારો કહ્યોને? –- ઈ... જ્ઞાયકભાવ છે. ને ઈ... નિષ્ક્રિય છે. તે કોઈની ક્રિયા કરે તેવો નથી. જાણનાર છું ને કરનાર નથી એટલે અકર્તામાં આવ્યો કે નહીં? કર્તા બુદ્ધિ ગઈ કે નહીં? પર્યાયથી રહિત આવ્યું કે નહીં? પહેલો પર્યાયથી રહિત ધ્રુવ આત્મા છે. બીજો પર્યાયથી સહિત થયો. પોતાને જાણવા રૂપે પરિણમે છેઆત્મા. એકલો જાણનાર છે તેમાં અનુભવ નહીં થાય. “ જાણનારો જણાય છે” ત્યારે અનુભવ થાય.
૧૬૭ તીર્થંકરનું પેટ ખોલી નાખ્યું – “જાણનારો જણાય છે.”
૧૬૮ જેટલું જણાય છે તેટલું ઉપાદેય નથી. લક્ષ વગર ઘણું જણાય છે. લક્ષપૂર્વક તો એક “જાણનાર જણાય છે.”
૧૬૯ ચિદ્વિવર્તનમાં “જાણનાર જણાય છે. ” પર્યાયનો વિચાર આવે ને ત્યારે મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે તે પર્યાયનો નિશ્ચય. દ્રવ્યનો નિશ્ચય અકર્તા જ્ઞાયક છું. આમ વારંવાર વિચારવું.
૧૭૦ જાણનારો જણાય છે.” તે પરોક્ષ જણાય છે, તે પ્રત્યક્ષ કેમ થાય તે લાઈન છે. તે પ્રયત્ન ચાલવો જોઈએ. આ માર્ગ ભેદજ્ઞાનનો છે. ઉપયોગ ક્રિયાકાંડમાં જાય છે તે પાછો વાળી દે. રાગને જાણવાનો માર્ગ નથી તો પછી કરવાનો પ્રશ્ન જ નથી.
૧૭૧ મારો દીકરો નથી જણાતો, પણ જ્ઞાનમાં “જાણનારો જણાય છે તેમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com