________________
૩૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત શેયપ્રધાન કથન છે. જાણે છે તે જ્ઞાન. અને જણાય છે તે જ્ઞય. જાણે આત્માને અને જણાય પણ આત્મા. જાણે જ્ઞાન અને જણાય દુકાન એમ નથી.
જ્ઞાન પણ પોતે, શેય પણ પોતે, જ્ઞાતા પણ પોતે, એવા ત્રણ ભેદ કરો તો ત્રણ ભેદ છે. ભેદ ન કરો તો અભેદ વસ્તુ છે. જાણે છે ને જણાય છે તેવા સ્વભાવનો સ્વીકાર કરવો તે પુરુષાર્થ છે.
૧૯૪ અજ્ઞાન ઉપર એટબોંબ ફેંક્યો, કે “જાણનારો જ જણાય છે ને પરને જાણતો જ નથી.”
૧૯૫ મારા જ્ઞાનમાં “જાણનાર જ જણાય છે.” બીજું કાંઈ જણાતું જ નથી, ત્યારે પરોક્ષ અનુભૂતિ થાય છે.
૧૯૬ મુનિરાજ છ મહિનામાં કયારેક જ બોલે છે, જે અત્યંત દુર્લભ છે. એવું વચન કે “જાણનારો જણાય છે.”
૧૯૭ જિજ્ઞાસાઃ લક્ષણ અને લક્ષ વચ્ચે અતભાવ કહ્યો?
સમાધાન એટલે કેઃ લક્ષણ તે લક્ષ નથી ને લક્ષ છે તે લક્ષણ નથી. તેનું નામ અતભાવ, દ્રવ્ય તે પર્યાય નથી, પર્યાય તે દ્રવ્ય નથી તેનું નામ અતભાવ છે.
જિજ્ઞાસાઃ એટલે સર્વથા ભિન્ન અતભાવમાં લેવું?
સમાધાનઃ અહીંઆ અતભાવની વાત ન કરો પણ જે જીવ છે તે ઉપયોગ નથી, કારણ કે ઉપયોગ અનિત્ય છે. અનિત્ય ઉપયોગ તે નિત્ય જીવ નથી “આ” છે તે ‘આ’ નથી. બસ એટલું જ અહીંઆ અતભાવમાં લેવું!! આ ઉપયોગ છે તે જીવ નથી, અને આ જીવ તે ઉપયોગ નથી. અભાવ ન લેવો. પૃથ્થકપણું ન લેવું. સર્વથા પૃથ્થક ન લેવું. નહીંતર “જાણનાર જણાય છે” તે વાક્ય ખોટું પડી જાય. અતભાવમાં જ્ઞાન ગુણ છે તે ચારિત્રગુણ નથી ને જ્ઞાનગુણ તે દર્શનગુણ નથી; દર્શનગુણ છે તે સુખગુણ નથી. અંદરમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com