________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૫
છે પણ ઈ જણાતું નથી. તો શું જણાય છે ? જાણનારો જણાય છે. એમ છે એમાં.
૧૫૭
કદાચિત્ એમ પણ લીધું કે: “જાણનારો જણાય છે.” અભેદને લક્ષમાં લીધો તોપણ અનુભવ નથી થતો. કારણ કે અભેદ જ્ઞેય જ્ઞાનમાં નથી આવતું. અભેદ થયું તેમાં પુરુષાર્થ છે.
૧૫૮
જાણનાર જણાય છે” તે જ્ઞાનીનું લક્ષણ છે. એંધાણ છે. જ્ઞાની સિવાય એ વાત કોઈ કરે જ નહીં. સર્વ હાલતને વિષે “ જાણનાર જણાય છે.
22
**
૧૫૯
‘જાણનાર જણાય છે” તેમાં સાવધાન છે માટે તેને નવો બંધ થતો નથી. જ્ઞાનીને રાગ બંધનો હેતુ થતો નથી પરંતુ નિર્જરાનો હેતુ થાય છે.
66
૧૬૦
અમૃત જેવી વાત. ૫૨ને જાણતો જ નથી જાણનારને જ જ્ઞાન જાણે છે તો નિશ્ચય સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે. પરંતુ કયારે ? પ્રથમ વ્યવહા૨ સ્વ૫૨ પ્રકાશકનો નિષેધ કરે ત્યારે.
૧૬૧
ટ્રેનમાંથી ઊતરીને સીધું કીધું કેઃ પંકજ! જાણનાર જણાય છે. ” બીજું જણાતું નથી. પરમ સત્ય વાત છે, ત્રિકાળ અબાધિત વાત છે, સમ્યક્ થાય તેની વાત છે. નિશંક થા...! નિશંક થા.
66
૧૬૨
મને “જાણનારો જ જણાય છે.” હું ૫૨ને જાણતો જ નથી ત્યારે ઈન્દ્રિયજ્ઞાનને ખોરાક મળતો હતો તે બંધ થઈ ગયો.
અમૂલ્ય મહામંત્ર →
૧૬૩
“ જાણનારો જણાય છે.”
૧૬૪
(૧) “ જાણનારો જણાય છે.” → એ જ મંગલ છે. (૨) “ જાણનારો જણાય છે.” → એ જ ઉત્તમ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com