________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
ર૩
૧૪૩ “જાણનારો જણાય છે.” તેમ જાણવાનું ભૂલીને અથવા મને બધું જ જણાય રહ્યું છે તેમ જાણવાનું ભૂલીને જ્ઞાન ખંડ ખંડ થાય છે.
૧૪૪ હે! ભવ્યો!! તમોને “જાણનાર જણાય” રહ્યો છે; તેમ સાંભળીને કોઈ અંતરમુખ ન થાય તેમ બનતું જ નથી.
૧૪૫
જેટલા સિદ્ધ થયા છે તે જાણનારને જાણતાં થયા છે અને તેમણે પરને જાણવાનું બંધ કર્યું છે.
૧૪૬
પરને જાણવાનું બંધ થયું તો યભાવ જીતાય જાય છે. અને ભાવકભાવ પણ જીતાય જાય છે. “ જાણનારો જણાય છે તે મહામંત્ર છે. લાયક જીવનું કામ થાય તેવી વાત છે. શોર્ટકટ છે એકદમ. શાસ્ત્ર ભણવાની, સંસ્કૃત શીખવાની કાંઈ જરૂર નથી. ઈન્દ્રિયજ્ઞાનને જીતતા રાગ વગર જીત્યે જીતાય જાય છે.
૧૪૭ શ્રદ્ધાનું જોર આવે તો જ્ઞાન પણ શ્રદ્ધાને આધીન થઈ જાય છે. શ્રદ્ધાનું જોર આવે તો વેક્યુમ બ્રેક વાગે છે. વેક્યુમ બ્રેક “જાણનારો જણાય છે. પર જણાતું નથી.”
૧૪૮ પરને જાણવાનો નિષેધ કરે તો “જાણનાર જણાય જાય છે.” તેમાં તારું હિત છે ભાઈ ! પછી પરને જાણે તો વ્યવહાર છે.
૧૪૯ જાણનાર જણાય છે” તો ધર્મ છે. શેય જણાય છે તો કર્મ થાય. ધર્મીના આશ્રયે ધર્મ થાય છે; પરના આશ્રયે કર્મ થાય છે.
૧૫૦ “જાણનાર જણાય છે” તેને અમે એક હજાર નેત્રે નિહાળીએ છીએ. અરે! “ જાણનાર જણાય છે તેને અમે અનંત નેત્રે જોઈએ છીએ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com