________________
૨૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
૧૫૧ હું પરને જાણતો જ નથી, મને તો જાણનારો જ જણાય છે,” સંતોનો આ ટંકોત્કીર્ણ મહામંત્ર છે. જાણનારો જાણનારને જાણે છે. “ના” પાડે, જાણે નહીં તોય જણાય. એવી જ કોઈ એની ઉદારતા છે. એ બાળ ગોપાળ સૌને જણાયા જ કરે છે. પણ એનો સ્વીકાર ન કરતાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન થાય છે. એ જ્ઞાનનો દોષ છે, ગુણ નથી. જ્યાં જ્ઞાનનો દોષ થાય ત્યાં શ્રદ્ધાનો દોષ અવિનાભાવરૂપે થાય જ.
૧૫૨
અત્ર! તત્ર ! સર્વત્ર ! “જાણનારો જ જણાય છે.”
૧૫૩ જાણનારો જણાય છે” તે અખંડ મંત્ર છે. અખંડ ધૂન છે.
૧૫૪ જાણનારો જણાય છે” તે રક્ષામંત્ર છે.
૧૫૫ “હું પરને જાણું છું તે મહાપાપનું પાપ છે. હિંસા જૂઠ, ચોરી, ચારિત્રનું પાપ ક્ષમ્ય છે.” “હું પરને જાણું છું” તે જગતના જીવોને ગુણ લાગે છે. જ્યાં સ્વને ભૂલીને પરને જાણે છે તે એકત્વ બુદ્ધિરૂપે પરિણમી જાય છે. આમ સ્વને જાણવું મહાપુણ્ય નહીં પરંતુ મહાધર્મ છે. સ્વનો અનુભવ કરવો જાણનારને જાણવો તેમાં ભવનો અંત આવી જાય છે. બસ આટલું જ કરવાનું છે કે “હું પરને જાણતો જ નથી, એવો જ્યાં ભાવ આવ્યો ત્યાં સ્વ જણાઈ જાય છે. એટલી જ વારમાં સ્વ જણાઈ જાય છે. વધારે વખત એમાં લાગતો નથી.
૧૫૬
પહેલો જાણનાર અને બીજો જાણનાર તે બેનો વિચાર કરેને તો ખ્યાલમાં આવી જાય. જાણનાર છું ને કરનાર નથી તો અકર્તામાં આવ્યો ને? અને અકારકઅવેદક તે દૃષ્ટિનો વિષય છે હવે બીજી લાઈનમાં એમ કહ્યું કે “જાણનારો જ જણાય છે અને ખરેખર પર જણાતું નથી” તો સ્પશેય આવ્યું કે નહીં? જાણવાની વાત આવી કે નહીં? જે આ દશ ગાથા ચાલે છે એમાં આ સાર છે. આ સૂત્રમાં બાર અંગનો સાર છે. ખરેખરમાં લોકાલોકનો પ્રતિભાસ થાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com