________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત લેતાં અનુભવ થઈ જાય છે.
૧૭૨
પંચ પરમેષ્ઠી અનાદિના છે, તેમ આ મંત્ર અનાદિનો છે. “જાણનાર જણાય છે, પર જણાતું નથી.” જેમ પંચ પરમેષ્ઠીમાં કોઈ ફેરફાર થવાનો નથી, ચોથાકાળ, પંચમકાળ, ભૂત, ભવિષ્ય, વર્તમાન ગમે તે કાળ હોય, તેમાં “જાણનાર જણાય છે તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. ગમે તે કાળ હોય.
૧૭૩ અનાદિથી જ્ઞાનમાં “જાણનાર જ જાણવામાં” આવી રહ્યો છે. જ્ઞાન છે તો જ જ્ઞાયક જણાઈ રહ્યો છે, અને “જાણનાર જણાઈ ” રહ્યો છે તો જ જ્ઞાન લક્ષણ છે.
૧૭૪ અનાદિથી જાણનાર જ જણાય રહ્યો છે. જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે. (કથંચિત્ ) અભેદ હોવા છતાં એવો ભેદ દ્રવ્ય-પર્યાયની વચ્ચે દેખાય છે તો મિથ્યાત્વ થાય છે.
૧૭૫ “હું જાણનાર છે અને જાણનારો જણાય છે” તેવો વિચાર વ્યવહાર છે. હું જાણનાર છું અને મને જાણનારો જણાય છે તેવો અનુભવ નિશ્ચય છે.
૧૭૬ આહાહા ! પરને જાણવું ઈ અજ્ઞાન છે. મૂકી દે ને હવે! ! જાણનારો એક જ જણાય છે. એકને જ જાણો આ મહામંત્ર છે.
૧૭૭ પરનો કર્તા તો નથી, પરંતુ પર જણાતું પણ નથી; જાણનારો જ જણાય છે. તેમ વારંવાર વિચારવું તે વ્યવહારપાત્રતા છે.
૧૭૮ જાણનાર છું ને કરનાર નથી તો અકર્તા આવ્યો કે નહીં? ધ્રુવ આવ્યો. કર્તબુદ્ધિ ગઈ. કર્તબુદ્ધિ જાય પછી અનુભવ કેમ થાય? “જાણનારો જણાય છે.” જોયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે” , ત્યારે અનુભવ થાય. શું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com