________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૩૦
દરેક વાતમાં આ સૂત્ર લગાડ કેઃ “થવા યોગ્ય થાય છેઃ જાણનારો જણાય છે.” તો નિધિ મળી જાય.
૧૩૧
જેમાં બધું જ જણાય છે તેવો એક “ જાણનારો જણાય છે.”
૨૧
૧૩૨
માનો ન માનો, લક્ષ કરો ન કરો, સમજો ન સમજો; તો પણ જાણનારનું જણાવું અનિવાર્ય છે. અર્થાત્ “ જાણનારો જણાય છે” તે અનિવાર્ય છે.
૧૩૩
“ જાણનારો જણાય છે” બાળગોપાળ સૌને લખ્યું કે ન લખ્યું ? ઊંઘમાં પણ જણાય સૌને. એક ઇન્દ્રિય, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય, પાંચ ઈન્દ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી બધાને એવું જ એક જ્ઞાન પ્રગટ થાય છે કે: “ જાણનારો જ જણાય ” છે, પર ન જણાય અને જે પરને જાણનારું જે જ્ઞાન પ્રગટ થાય છે તે ઈન્દ્રિયજ્ઞાન પ૨ને જાણી તેમાં મમતા, રાગ-દ્વેષ કરીને દુ:ખી થાય છે.
હવે “ જાણનારો જણાય છે” એમ જ્યાં સિંહ ગર્જના આવી, ત્યાં ભાવઇન્દ્રિય શિથિલ થઈ તેનો વ્યાપાર બંધ થઈ અનુભૂતિ થઈ જાય છે. પછી ભલે ઈન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય પણ તેમાં આત્મબુદ્ધિ ન થાય.
૧૩૪
ભગવાન મહાવીરે કહ્યું, સીમંધર ભગવાને કહ્યું, તેના સંતોએ કહ્યું અને એની પરંપરામાં આ આવ્યું, અને ભવિષ્યમાં પણ આ જ આવવાનું છે કે “ જાણનારો જણાય છે.
૧૩૫
જાણનાર જણાય છે” તેમાં રાગ ઘટતો જાય છે. “ જાણના૨ જણાય છે ” તેમાં વિકલ્પની સ્થિતિ અને અનુભાગ બન્ને ઘટે છે. હું ૫૨ને જાણું છું તેમાં સ્થિતિ અને અનુભાગ બન્ને વધે છે. પહેલામાં કષાય ગળે છે કારણ કે સ્વભાવનું સ્મ૨ણ છે.
66
૧૩૬
૫૨ને જાણે તે કર્મ ) કર્મ ચેતના.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com