________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૭
૧૦૭
“જાણનાર જણાય છે” તેને જાણવું અને ફરી ફરીને જાણતાં જ રહેવું અને પરને ન જાણવું તે જ્ઞાનનો સ્વભાવ છે. પરને લક્ષ કરીને જાણવું તેવો જ્ઞાનનો સ્વભાવ જ નથી.
૧૦૮ સર્વસ્વ ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છું તેમ જ્ઞાયકને શેય બનાવવા જાય ત્યાં ઉપયોગ જ્ઞાયકમાં ઘૂસી જાય છે અને દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભેદ એકાકાર તેનું નામ પણ જ્ઞાયક; અને ધ્યેયનું નામ જ્ઞાયક, અને જ્ઞય થાય તેનું નામ પણ જ્ઞાયક. ધ્યેયનું ધ્યાન કરે તો એ જ્ઞાયક, અને (નિર્મળ ) પર્યાયથી સહિત અનુભવ કરે તો એ જ્ઞાયક. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. જ્ઞયાકાર અવસ્થામાં જણાયો. તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં છે, પણ બીજો કોઈ આવતો નથી.
જે જાણવામાં આવ્યો તે જણાય છે. શેયાકાર અવસ્થામાં જ્ઞય જણાતું નથી, જ્ઞયાકાર અવસ્થાનો ભેદ જણાતો નથી, એ વખતે જ્ઞાયક જણાય છે. જે જ્ઞાયક જણાય છે. “ જાણનાર જણાય છે” એમાં ઉપયોગ લાગ્યો ત્યાં તો અનુભવ થઈ ગયો.
૧૦૯ સવિકલ્પ દશામાં ક્રોધ નથી જણાતો “જાણનાર જણાય છે” ત્યાં તો નિર્વિકલ્પ થઈ ગયો.
૧૧૦ જાણનાર છું તો દષ્ટિનો વિષય દષ્ટિમાં આવી ગયો. અને “જાણનાર જ જણાય છે” તો અનુભવ થાય છે. રહિતની શ્રદ્ધા થાય તો (અનુભવ થાય) રહિતનાં શ્રદ્ધાન વિના ધ્યાન કરે તો અનુભવ ન થાય.
૧૧૧ “જાણનાર જણાય છે” તો અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. તેમાં ઉપચારથી આત્મા આત્મજ્ઞાનનો કર્તા છે તેમ જાણવામાં આવે છે. કર્તાબુદ્ધિ નથી.
૧૧૨ (૧) અનાદિનો પ્રવાહ છે કે જાણનારો જણાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com