________________
૧૬
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
૧૦૧
જાણવામાં જાણવું તેને જાણતો નથી. પણ “હું તો જાણનાર છું” તેમ જાણે છે. ધ્યાનને કરતો તો નથી પણ ધ્યાનને જાણતો પણ નથી. જાણનારને જ જાણે છે.
૧૦૨
66
ઈ... જ્ઞાનમાં એકલો સ્વ જાણનાર જ જણાય છે” ૫૨ જણાતું નથી. તેથી અમે એને શુદ્ધ કહીએ છીએ.
૧૦૩
પરની સાથે જ્ઞેય જ્ઞાયકનો વ્યવહાર પણ નથી. “ જાણનાર જ જણાય છે” એ વ્યવહાર છે. અભેદપણે જાણનાર જ જાણવામાં આવે છે એ નિશ્ચય છે.
,
૧૦૪
જિજ્ઞાસાઃ જ્ઞાનમાં એ તો સ્વીકાર આવે છે કે “ જાણનારો જણાય છે.” પણ શ્રદ્ધા અર્થાત્ સમ્યક્દર્શન કેમ પ્રગટ થતું નથી. જ્યારે સમયસાર ૧૭, ૧૮ ગાથામાં તો એમ લખ્યું છે કે જાણેલાનું શ્રદ્ધાન થાય છે.
સમાધાનઃ ૧૭, ૧૮ ગાથામાં જાણેલાનું શ્રદ્ધાન થાય છે તેમ લખ્યું છે તેનો અર્થ એમ છે કે જાણવામાં આવ્યો તેનો અનુભવ થાય છે. તેમ લખ્યું છે. ત્યાં એમ છે કે બાળ-ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે. તે પ્રત્યક્ષ નથી પણ પરોક્ષપણે જણાય છે. એટલી વાત સાચી છે. શ્રદ્ધાના વિષયની એમાં વાત નથી. પરંતુ જાણનાર જણાય છે” એનો સ્વીકાર કરે... તો અનુભવપૂર્વક શ્રદ્ધા પ્રગટ થાય છે.
(6
લીધા.
૧૦૫
જિજ્ઞાસાઃ જ્યારે ઉપયોગ સૂક્ષ્મ થાય છે, ત્યારે શું થાય છે?
66
સમાધાનઃ એકલો આત્મા જાણનારો જ જણાય છે” ખરેખર બીજું કાંઈ જણાતું નથી.
૧૦૬
જાણનાર છું અને “જાણનારો જણાય છે” લ્યો આમાં બાર અંગ ભણી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com