________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૧
લક્ષણ લક્ષ્યને જ પ્રસિદ્ધ કરે છે અલક્ષ્યને નહીં. ઉ૫૨ લક્ષ અભાવાત્' તે ન્યાયે વિશેષમાં પણ વિશેષને જાણવાનો અભાવ છે, તેવો જ જ્ઞાન પર્યાયનો નાસ્તિ સ્વભાવ છે. નાસ્તિધર્મને કારણે જો પર્યાય પર્યાયને પણ જાણતી ન હોય તો પછી પ૨ને કેવી રીતે જાણે? ! જેનું અવલંબન છે તેનું જ માત્ર અવલોકન છે. જે વિભક્ત છે તે જણાતું જ નથી. “ ભિન્ના ભાવનો દ્રષ્ટાઃ ” પરના લક્ષના અભાવવાળી અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે. આમાં પણ અસ્તિનાસ્તિ અનેકાન્ત આવ્યું!!
જ્યાં એક અભેદ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્માનું જાણવું થયું, પર લક્ષનાં અભાવરૂપ સ્વભાવનું ગ્રહણ થયું; ત્યાં પરને ગ્રહણ કરનારી ભાવઇન્દ્રિય લબ્ધ થઈ ગઈ. એટલે કે વ્યાપારરૂપ પ્રગટ ન થઈ. આજ અસ્તિનાસ્તિ અનેકાન્તનું પરમાર્થ સ્વરૂપ છે. લૌકિકમાં પત્નીધર્મને અવલંબન તો માત્ર પતિધર્મનું જ હોય છે. હવે જ્યારે પુત્ર તરફથી માતા છે, ત્યારે પણ પતિના અવલંબનથી જ તો માતૃત્વ પ્રગટ થયું છે, તેમ જ્ઞાનમાત્ર કહેતાં અવલંબન તો માત્ર અસ્તિભાવનું છે અને જ્ઞાન વિના પુરુષાર્થે નાસ્તિનું થઈ જાય છે.
,
‘હા' એટલું છે કે આત્માનું જ્ઞાન તો આત્માની સન્મુખ થાય ત્યારે જ થાય છે. જ્ઞાન; જ્ઞાન પર્યાયની સન્મુખ રહે અને અસ્તિનાસ્તિનું જ્ઞાન થાય તેમ બનતું નથી. એ તો અસ્તિમાં આવ્યો એટલે લોકાલોકની મારામાં નાસ્તિ છે તે સહજ આવી ગયું. એ અસ્તિમાં આવ્યો અને આત્મા આત્માને જાણવા રૂપે પરિણમે છે; તો અસ્તિના જ્ઞાનમાં નાસ્તિનું જ્ઞાન આવી જાય છે. જે આત્મામાં નથી તેને સિદ્ધ કરવા માટે જ્ઞાનનો ઉપયોગ ત્યાં મૂકવો પડતો નથી. આ રાગ મારાથી ભિન્ન છે તેમ જ્ઞાન રાગને પ્રસિદ્ધ કરતું નથી, અર્થાત્ નાસ્તિની સન્મુખ થવું પડતું નથી.
દૃષ્ટાંતઃ તમે તમારા ઘરમાં દાખલ થયા તો આજુબાજુનાં ઘર મારા ઘરમાં નથી તેમ સહજ આવી ગયું. આ ઘર મારું; આ ઘર તમારું તેમ કહેવા જવું પડતું નથી. જ્યાં આત્મામાં એકાકાર થયો ત્યાં ૫૨માંથી એકત્વબુદ્ધિ છૂટી જાય છે. તેના માટેનો નવો પુરુષાર્થ નથી.
સાયક
આત્માની સન્મુખ રહેતાં રહેતાં નાસ્તિનું જ્ઞાન સહજ લક્ષ વિના (અંદરમાં ) થઈ જાય છે. આમ નાસ્તિધર્મ પર સન્મુખતા છોડાવે છે. કારણ કે નાસ્તિધર્મને પણ અવલંબન ૫૨માત્માનું જ છે ને ? ! નાસ્તિધર્મનું સ્વરૂપ સમજતાં સહજ ૫૨નું લક્ષ છૂટી જાય છે. (૮) નિષ્કર્ષ:
ખરેખર ૫૨ જણાતું નથી ને ‘જાણના૨ જણાય છે’ અને ‘હું જાણનાર છું'; તેમાં આવ્યો; અનુભવ થયો ! હવે ફરી પ૨ને જાણું છું; ૫૨ જણાય છે તે કેવી રીતે આવે ?! નીચેની ભૂમિકાવાળા જ્ઞાનીઓ ૫૨ના જાણપણાનો નિષેધ કરી સ્વપ્રકાશકમાં આવે છે; તો પછી પરિપૂર્ણ કેવળજ્ઞાનમાં લોકાલોક ક્યાંથી જણાય !! તે લોકાલોકને ન જાણે...! ન જણાય....! માત્ર પ્રતિભાસે છે; ત્યાં પૂર્ણ વિરામ છે.
* ખરેખ૨ ૫૨ નથી જણાતું તે નાસ્તિરૂપ નિશ્ચયમાં ૫૨ના પ્રતિભાસનો નિષેધ નથી. * ‘ જાણનાર જણાય છે ’ તે અસ્તિરૂપ નિશ્ચય છે. તેમાં સ્વનાં લક્ષનો નિર્દેશ છે.
૧. શ્રી પ૨મ અધ્યાત્મ તરંગિણી કળશ-૪૨
૨. શ્રી સ. સાર ૩૭ કલશ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com