________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ કથંચિત લાગુ ન પડે. અસ્તિનાસ્તિ ધર્મ ધ્યેય અપેક્ષાએ ભલે જુદો હોય પણ તે જ્ઞય અપેક્ષાએ ભિન્ન નથી. બધું જ એક અભેદ સ્વજ્ઞય છે. (૬) અસ્તિનાસ્તિ પ્રવાદ અર્ક
સ્વપર પ્રકાશક તે જ્ઞાન પર્યાયનું પ્રમાણભૂત લક્ષણ છે તે આગળ કહેવાઈ ગયું છે. તે નિગોદથી માંડીને સિદ્ધ સુધી બધા જીવોને છે. આ જ્ઞાન પર્યાયમાં સ્વનો પ્રતિભાસતો છે અને સાથે સાથે પરનો પણ પ્રતિભાસ છે. તેમાં તેને પરના પ્રતિભાસ તરફના લક્ષના નિષેધનું બળ આવવું જોઈએ તે આવતું નથી. તેથી વિધિનિષેધમાં આવતાં તેને ભેદજ્ઞાન થાય છે. સ્વપરના પ્રતિભાસમાં કોઈની ( વિષયની) મુખ્યતા નથી. જ્યારે અસ્તિનાસ્તિ અનેકાન્તમાં તો લક્ષની મુખ્યતા છે.
હવે પર બન્ને જણાય છે તેવા સ્વપર પ્રકાશકના પક્ષવાળો સ્વના પ્રતિભાસનો સ્વીકાર તો કરે છે પણ... તે પર પ્રતિભાસના લક્ષનો નિષેધ કરી શકતો નથી. શાસ્ત્રમાં “વ્યવહારને
પાર્થનો પ્રતિપાદક કહ્યો છે પણ તે અનુસરણ કરવા યોગ્ય નથી.” જો પરના પ્રતિભાસના લક્ષનો નિષેધ વર્તે તો જ પરનો પ્રતિભાસ પ્રતિભાસ કહેવાય, નહીંતર તો પરના પ્રતિભાસનું લક્ષ થતાં અજ્ઞાન થયું, જ્ઞાન ક્યાં રહ્યું!! જે અપ્રતિબુદ્ધને સમયે સમયે કરીને અનાદિથી વિશેષમાં ચાલી જ રહ્યું છે. અજ્ઞાની બોલે છે જ્ઞાન અપર પ્રકાશક, પણ તેને તો એકાંતે પર પ્રકાશક જ છે. વ્યવહાર સ્વપર પ્રકાશક તે તેને નિશ્ચયરૂપ ગ્રહણ થઈ ગયો છે. વ્યવહારને પરમાર્થ માને છે તો પછી પરમાર્થનું ગ્રહણ કેવી રીતે થાય ?! તેથી સંતો ફરમાવે છે કે..
હે! ભવ્ય ! તું એક નાસ્તિ ધર્મને વ્યવસ્થિત સમજ તો તને આખો ધર્મી ભગવાન આત્મા જાણવામાં આવી જશે. પરને જાણું છું તે શલ્યને જીવતું રાખીને જાણનાર જણાય છે તેવા વિકલ્પના રથ પર સવાર થઈશ તો તને અનુભવતો દૂર રહો પણ યથાર્થ નિર્ણય પણ થશે નહીં. વિધિનિષેધ વિના યથાર્થ નિર્ણય પણ થતો નથી. અસ્તિનાં જોરે નાસ્તિનો વિકલ્પ ગળે છે અને સ્વભાવના બળે વિધિનો વિકલ્પ ટળે છે.
મિથ્યા એકાન્ત તેમજ મિથ્યા અનેકાન્ત તે બન્નેનો નિષેધક અસ્તિરૂપ સમ્યક એકાંત અને અસ્તિનાસિરૂપ સમ્યક અનેકાન્ત છે !! આમ પરને જાણવાનો નિષેધ કર્યા સિવાય પરનું લક્ષ કોઈને ન છૂટયું હતું... ન છૂટી શકે છે... અને ન છૂટવાનું છે. (૭) જ્ઞાન-પર્યાયનો નિશ્ચય સ્વભાવ
અજ્ઞાની પ્રાણીનું વલણ. ઢલણ... ખેંચાણ... લઢણ... શ્રદ્ધાન પરમાં હોવાથી તેને નિષેધના સ્વરમાં સમજાવ્યું. “જ્ઞાયક જ્ઞાયકને જાણે છે' તેમ કહેતો અતત્ત્વવિદ્દ સમજી શકતો નથી. તેથી તેને
: “જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા.” નાસ્તિપૂર્વક અસ્તિ સમજાવી. સ્વયં સમજવું અને સમજાવવું તેમાં નજીકનો જો કોઈ વ્યવહાર હોય તો તે આ અસ્તિનાસ્તિ બળવાન કરણ (સાધન) છે.
૧. શ્રી સમયસાર ગાથા ૯-૧૦ ૨. શ્રી સ. સાર ગાથા ૩પ૬ થી ૩૬૫
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com