________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૮
જ વાત શ્રી કુંદકુંદદેવ ફરમાવે છે.
“પ્રથમ તો અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. ત્યાં અર્થ એટલે શું? સ્વપરનાં વિભાગપૂર્વક રહેલું વિશ્વ તે અર્થ. તેના આકારોનું અવભાસન તે વિકલ્પ છે. જેમાં યુગપદ સ્વપરના આકારો અવભાસે છે.” આમાં એક રહસ્યમય વાત દૃષ્ટિગોચર થયા વિના રહેતી નથી કે બેને જ્ઞાન જાણે છે કે બેનો
પ્રતિભાસ થાય છે. આ તફાવત સાધારણ નથી પૂર્વ-પશ્ચિમ જેટલો તફાવત છે.
પૃથ્વી આદિ કાયો, જીવના લક્ષણભૂત ચૈતન્ય સ્વભાવના અભાવને લીધે, જીવ નથી; તેમનામાં જ જે સ્વપરની જ્ઞપ્તિ રૂપે પ્રકાશતું જ્ઞાન છે, તે જ ગુણ-ગુણીના ચિત્ અભેદને લીધે, જીવપણે પ્રરૂપવામાં આવે છે.
કર્તૃત્વ તો છોડયું પણ જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે તો સ્વને જાણું અને પ૨ને જાણું ! એકાંતે પરને જાણું તો તો ભ્રાંતિ કહેવાય; પણ... આત્માને જાણતાં જાણતાં હું પરને જાણીશ! તે પણ ભ્રાંતિ છે. અર્થ વિકલ્પપણું બધા જ્ઞાનમાં છે. હવે પ્રથમ તો રાગાદિ, દેહાદિનો પ્રતિભાસ થાય છે ત્યાં જ પ્રશ્ન વિરામ થઈ જાય છે કારણ કે ‘હું પરને જાણું છું' તે પ્રશ્ન પ્રતિભાસ સ્વીકારતા ઊઠતો નથી.
હવે અહીંઆ કહે છે કે ૐજે પ્રમાણમાંથી નિશ્ચય કાઢે છે તે જિનાગમમાં કુશળ છે. કારણ પ્રમાણ છે તે ભેદજ્ઞાન માટે છે. આ પ્રતિભાસરૂપ સ્વપર પ્રકાશકમાં વિધિ-નિષેધ કરવો જોઈએ. સ્વપર પ્રકાશકમાંથી સ્વપ્રકાશક કાઢે ત્યારે જ સાધ્યની સિદ્ધિ થાય છે. સ્વપર બન્ને જણાય છે તે પ્રમાણજ્ઞાનનો પક્ષ હોવાથી તેમાં અનુભવ થતો નથી. કારણ કે સ્વપરપ્રકાશક સ્વયં પોતે જ વ્યવહા૨ છે. અને આ વ્યવહારને સત્યાર્થ માને તો મિથ્યાત્વનો દોષ લાગે છે.
પ્રમાણના પક્ષમાંથી પ્રથમ તો સવિક્લ્પ નિશ્ચયનયના પક્ષમાં આવવું એ પણ મુશ્કેલ છે. પછી તે પક્ષ છૂટીને પક્ષાતિક્રાંત થયું તેમાં અનંતો પુરુષાર્થ છે. વ્યવહા૨ે ૫૨ને જાણવાનો નિષેધ કરે ત્યારે તો હજુ સ્વભાવનો પક્ષ આવે છે. તેથી તો કહ્યું છે કે: “વ્યવહારનો જ્યારે પ્રલય કરી દેવાય છે ત્યારે એક શુદ્ઘનય પ્રકાશમાન થાય છે.” આ સ્વપર પ્રકાશકજ્ઞાન પ્રમાણરૂપ પર્યાયનું લક્ષણ હોવાથી તે વ્યવહારનયનો વિષય છે. અને ભગવાન આત્મા વ્યવહારનયનો વિષય જ નથી. હવે શ્રીગુરુની દિવ્ય દેશના પ્રાપ્ત થતાં તે વ્યવહારનો નિષેધ કરે છે કે: જ્ઞેયો તો જણાતાં નથી, શેયાકાર જ્ઞાને નહીં, અને જ્ઞાનાકાર જ્ઞાન પણ નહીં. કેમકે સામાન્યને અવલોકતો વિશેષને નહીં અવલોકતો. ” જુઓ ! આમાં પણ આચાર્યદેવે અસ્તિનાસ્તિ અનેકાંતનો પ્રયોગ કર્યો. આવા અસ્તિનાસ્તિમાં આવતાં પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ થતાં શુદ્ઘનય પ્રગટ થાય છે.
પહ
PY
આમ પરનાં પ્રતિભાસને ગૌણ કરી, ગર્ભિત કરી, તેનું લક્ષ છૂટતાં જ નયપૂર્વક સમ્યક્ પ્રમાણ જ્ઞાનનો જન્મ થાય છે. આવા નિર્વિકલ્પ સ્વરૂપનું સાધક સવિકલ્પ દશામાં આવીને ક્થન કરે છે.
૧. શ્રી પ્ર. સાર ૧૨૪ ગાથા.
૨. શ્રી પંચાસ્તિકાય - ૧૨૧ ગાથા.
૩. શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા
૪. શ્રી દેવસેન આચાર્ય નયચક્રમાંથી પેજ ૩૧-૩૨
૫. શ્રી પ્રવચનસારજી ૧૧૪ ગાથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com