________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
૨૬
“જાણનારો જણાય છે” યેહી વચનસે સમઝલે જ્ઞાની કી પહિચાના
“મને જાણનાર જણાય છે”, તેવા વિકલ્પરૂપે પરિણમે છે તેને જાણનાર જણાતો નથી, અને જાણનારપણે પરિણમેલા આત્માને “જાણનાર જણાય છે.”
૨૮ હું પરને જાણું છું તેમ જાણતાં જાણતાં અનંતકાળ ગયો તેને આત્મદર્શન ન થયું. હવે એક અંતમુહૂર્ત પરને જાણતો નથી; “ જાણનાર જણાય છે, તો અંતમુહૂર્તમાં અનુભવ થાય છે. તેને વધારે વાર લાગતી નથી.
૨૯
જિજ્ઞાસા- વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જો બાળગોપાળ સૌને ભગવાન આત્મા જણાતો હોત તો કોઈ અજ્ઞાની રહેત જ નહીં. માટે જણાતો જ નથી. જો જણાતો હોત તો કોઈ જીવ એકઇન્દ્રિય બેઇન્દ્રિય ન રહેત.
સમાધાન- બધા અજ્ઞાની પ્રાણીઓને વર્તમાન વર્તતા ઉપયોગમાં “ જાણનારો જણાય રહ્યો છે. કારણ કે જ્ઞાન અને જ્ઞાયકને તાદાભ્ય સંબંધ છે; એક ઇન્દ્રિયમાં એટલે વર્તમાન વર્તતી પર્યાય કે જે ચૈતન્ય અનુવિધાયી પરિણામ છે તે અનાદિ અનંત ઉપયોગમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે.
જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક શક્તિ પ્રગટ છે. જ્ઞાતિ એટલે ક્રિયા. વર્તમાન વર્તતા જ્ઞાનમાં ક્ષયોપશમમાં જાણવાની વ્યક્તિમાં જ્ઞાયક પણ પ્રતિભાસે છે અને દેહાદિ પણ પ્રતિભાસે છે. બન્ને પ્રતિભાસે છે તેવી એક સમયની એક પર્યાયમાં સ્વચ્છતા છે. બન્નેનાં પ્રતિભાસ છે. પણ દેહાદિ અને રાગાદિના પ્રતિભાને ઉપયોગાત્મક કરી; તેમાં “હું” પણાની બુદ્ધિ કરે છે. અને જે દેહાદિ, રાગાદિનો પ્રતિભાસ હોવા છતાં તેને ઉપયોગઆત્મક ન કરતાં; અરે ! મને તો “જાણનાર જણાય છે તેમ એ માને તો અનુભવ થાય. જ્યારે કોઈ આત્મા આ પ્રકારે ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર બંધ કરશે ત્યારે ઈ. જે જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે તેને પ્રત્યક્ષ અનુભવમાં આવશે. સહેલામાં સહેલો આ ઉપાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com