________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૬
બન્ને વાચ્ય કેવળ શુદ્ધાત્મા છે. બન્ને ધર્મો કેવળ ધર્મીને જ પ્રસિદ્ધ કરે છે. સાથે સાથે એટલી વાત સત્યાર્થ છે કેઃ નાસ્તિધર્મનાં સ્વરૂપનો વિચાર કરતાં... કે તેનું કથન કરતાં કે તેનાં વિકલ્પમાં પર સાપેક્ષતા છે. પરંતુ નાસ્તિ ધર્મનું સ્વરૂપ ૫૨ સાપેક્ષ નથી, પરંતુ અસ્તિ સાપેક્ષ છે. બન્ને ધર્મો એક વસ્તુનો સ્વભાવ હોવાથી ભેદજ્ઞાન કરાવી આત્માનુભવ કરાવે છે. આમ અસ્તિનાસ્તિ અનેકાંત એવું છે કે સમ્યગ્દર્શન ન હોય તો ત્વરાએ થઈ જાય અને હોય તો જાય નહીં... અને ચારિત્ર લાવે તેવું આ ભેદજ્ઞાનામૃત છે.
શ્રી જિનમંદિરનાં ગગનચુંબી ધવલ શિખર ૫૨ સુવર્ણ કલશની શોભા તો કોઈ ન્યારી જ હોય છે. તેમ જૈનદર્શનના સાર રૂપ, ઉન્નત ટોંચ ૫૨ આ ‘ કલશ સૂત્ર ' કેવું શોભાયમાન છે!! “હું જાણનાર છું, ક૨ના૨ નથી” આમાં અસ્તિનાસ્તિ અમૃત દ્વારા કર્તબુદ્ધિનો નિષેધ કાવ્યો. પર્યાયમાત્રથી રહિત સારભૂત ધ્રુવજ્ઞાયક એટલે દ્રવ્યનો નિશ્ચય આપ્યો.
હવે “જાણનાર જણાય છે ને ખરેખર ૫૨ જણાતું નથી.” તેમાં પણ અસ્તિનાસ્તિ અમૃત વડે જ્ઞાન પર્યાયનો નિશ્ચય જોઈશું.
જ્ઞાનરૂપ અસ્તિનાસ્તિ ભેદજ્ઞાન દ્વા૨:
(૧) પ્રમાણરૂપ જ્ઞાન પર્યાયમાં અસ્તિનાસ્તિ અનેકાંતનું સ્વરૂપ:
પ્રમાણજ્ઞાનમાં અસ્તિનાસ્તિનું સ્વરૂપ કેવી રીતે રહેલું છે તે જાણવું માત્ર આવશ્યક જ નથી પરંતુ અનિવાર્ય પણ છે. કારણ કે આ પણ જૈનદર્શનનો મહત્ત્વપૂર્ણ વિષય છે.
જેમ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં અસ્તિનાસ્તિ અનેકાંત વડે ભેદજ્ઞાન થતાં નિષ્ક્રિય ધ્યેય દૃષ્ટિમાં આવે છે, તેમ જ્ઞાન પર્યાયમાં અસ્તિનાસ્તિ અનેકાંતનો પ્રયોગ કરતાં ઉપાદેય રૂપ સ્વપ્રકાશક ભાવનું ગ્રહણ થાય છે.
આ જ્ઞાન પર્યાયમાં અસ્તિનાસ્તિ નામનો ધર્મ હોવાના કારણે જ્ઞાન પર્યાય કરવાની તો નાસ્તિરૂપે છે જ, પરંતુ તે જ જ્ઞાન પર્યાય ૫૨ને જાણવાના નાસ્તિ સ્વરૂપે છે. તે જ જ્ઞાન પર્યાય જ્ઞાયકને જાણવાના અસ્તિરૂપ છે એટલે કે સ્વભાવરૂપ છે. આમ અસ્તિનાસ્તિ બે ધર્મો વડે એક જ્ઞાન પર્યાયનો સ્વભાવ સિદ્ધ થાય છે. એક જ જ્ઞાન પર્યાય બેવડા ધર્મવાળી ધર્મી છે. આ અસ્તિનાસ્તિ ધર્મ યુગલિયા છે. “ અસ્તિનાસ્તિ યુગલમ્ ”. તેથી નાસ્તિધર્મમાં અસ્તિધર્મ છે અને અસ્તિધર્મમાં નાસ્તિધર્મ છે. કારણ કે તે બન્ને પરસ્પર સાપેક્ષ છે. આમ નાસ્તિમાં અસ્તિ છુપાયેલી છે.
માત્ર જો અસ્તિથી વાત કરે તો તેમાં છલ ગ્રહણ થવાનો અવકાશ પણ છે. ‘જ્ઞાન સ્વને જાણે છે.' હવે આમાંથી કોઈ એમ પણ કાઢે કે “જ્ઞાન સ્વને પણ જાણે છે; અને ૫૨ને પણ જાણે છે.” વ્યવહારના પક્ષવાળો આમ અર્થ ન કરે તેથી અને અનાદિ સંસારી જીવોને વ્યવહારનો તીવ્ર પક્ષ રહેલો છે તે કેવી રીતે છૂટે તે હેતુથી જ્ઞાનીઓ અસ્તિનાસ્તિથી વાત કરે છે. અસ્તિનાસ્તિ ધર્મ સમજવાથી દોષ ગ્રહણ થતો નથી. કારણ કે અસ્તિનાસ્તિનાં કિલ્લામાં જ્ઞાન સ્વભાવ સુરક્ષિત છે. (૨) અસ્તિનાસ્તિ ધર્મનું સ્વાભાવિક સ્વરૂપઃ
અસ્તિધર્મનું સ્વરૂપ સ્વભાવરૂપ છે પરંતુ રાગ રૂપ નથી. નાસ્તિધર્મનું સ્વરૂપ સ્વભાવરૂપ છે પરંતુ દ્વેષ રૂપ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com