________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૪
પર્યાયના કર્તાપણાનો જે ઉપચાર આવે છે તે તેમને ખટકે છે. તેથી તેનો નિષેધ કરે છે તો ચૈતન્યના વિલાસમાં એકાગ્ર થઈ જાય છે. પહેલેથી જ નિષેધથી ઊપડયો હતો, અને નિષેધમાં લાભ થયો ને!? આ નિષેધનો નિષેધ નથી પરંતુ જેની અસ્તિ છે તેનો નિષેધ છે. (અસ્થિરતાનાં વ્યવહા૨ રત્નત્રયનાં પરિણામનો નિષેધ છે.)
* શ્રી નિયમસારમાં કુંદકુંદ દેવ કહે છે. મૂળ ગાથામાં કહે છે “ પૂર્વોક્ત સર્વભાવો પરસ્વભાવો છે, પ૨ દ્રવ્ય છે, તેથી હૈય છે અને અંતઃતત્ત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે.” ટીકાઃ આ હેય ઉપાદેયનાં સ્વરૂપનું કથન છે. નાસ્તિપૂર્વક અસ્તિ.
*શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ એક ઘણી ગંભીર વાત કહે છે. “હવે પછી, જો કે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ જેનો છે તેવું પરમાત્મ દ્રવ્ય ઉપાદેય છે. તો પણ તૈયરૂપ અજીવદ્રવ્યનું આઠ ગાથા વડે વ્યાખ્યાન કરે છે. શા માટે ? પહેલાં હેય તત્ત્વનું પરિશાન થતાં પછી ઉપાદેય તત્ત્વનો સ્વીકાર થાય છે.
અહીં જે ‘હૈય’ શબ્દ છે તે કોઈ દ્વેષ વાચક નથી. તેમજ વિકલ્પાત્મક પણ નથી. ‘ હૈય ’ શબ્દ છે તેને ઉપેક્ષાવાચક સમજવો. તેમજ ‘ઉપાદેય ’ શબ્દને અપેક્ષા વાચક સમજવો. અહીં નાસ્તિનું વાચ્ય માત્ર અસ્તિરૂપ જ સમજવું. નિષેધ એટલે વિકલ્પ ખડો થાય છે તેમ અહીંઆ વાત નથી.
ע
શ્રી જયસેન આચાર્ય ભગવાન ટીકામાં કહે છે કે: રાગને હૈય કરવો પડતો નથી. રાગ સ્વયં ‘હેય ’ થઈ જાય છે. જ્યાં જ્ઞાન આત્માની સન્મુખ થઈને પરિણમી ગયું ત્યાં રાગ ઉત્પન્ન જ ન થયો તેનું નામ ‘હેય ’ છે. આ ‘હૈય’ વિકલ્પાત્મક નથી. શ્રી સમયસારની ૩૪ ગાથામાં ‘જ્ઞાન પ્રત્યાખ્યાન છે’ તેનો આ જ અર્થ છે.
(૯) આત્માને દેખતાં જ્ઞાનીઓને શાની નાસ્તિ દેખાય છે ?
વિશેષ ભાવોની નાસ્તિ સ્વરૂપે સદા શુદ્ધાત્મા બિરાજમાન હોવાથી સદા શુદ્ધ છે. નાસ્તિપ્રધાન આત્માને દેખતાં શું જણાયું? શુદ્ધાત્મામાં પરિણામમાત્રનો અભાવ છે. અર્થાત્ શુદ્ધાત્મામાં મોક્ષ નથી તેમ જણાયું. શ્રીમદ્દજી કહે છે કેઃ દિગમ્બર આચાર્યો કહે છે કેઃ “ જીવનો મોક્ષ થતો નથી મોક્ષ સમજાય છે.” જ્ઞાનીઓ આવા શુદ્ધાત્માને જાણતાં જાણતાં શુદ્ધાત્માનું સ્વરૂપ દર્શાવે છે. શુદ્ધાત્મામાં મોક્ષ નથી તો પછી મોક્ષની પર્યાયને શુદ્ધાત્મા કેવી રીતે કરે? મોક્ષ આત્મામાં નથી તો પછી મોક્ષની પર્યાયને જાણે કેવી રીતે? તો પછી એ સિદ્ધ થયું છે: આત્મા મોક્ષનો કરનારે નથી ને મોક્ષનો જાણનાર પણ નથી. “હું તો અકર્તા જ્ઞાયક છું” તો અકર્તા જ્ઞાયકમાં પૃષ્ટ-સૃષ્ટ થયો. આત્મામાં મોક્ષ નથી તેમ જ્ઞાનીઓ દ્વેષથી કહેતા હશે ? ના રે! એ તો વસ્તુના સ્વરૂપથી કહે છે.
''
આ સાંભળીને લાયક શિષ્યને થાય છે કે “ઓહો આ વાતની તો મને ખબર જ ન હતી. કેઃ હું નાસ્તિ સ્વભાવનાં લીધે વિશેષોથી સદા ન્યારો જ રહ્યો છું. આમ નાસ્તિધર્મનાં સ્વરૂપનો ખ્યાલ આવતાં જ સહજ જ વ્યવહારના પક્ષનો નિષેધ આવે છે. હવે તેના પુરુષાર્થનો વેગ નિ:શંકપણે સ્વભાવ તરફ
૧. શ્રી નિયમસાર ગાથા-૫૦
૨. શ્રી દ્રવ્યસંગ્રહ ગાથા ૧૪ની ટીકા પછી છેલ્લે.
૩. શ્રી કળશ ટીકા કળશ નં. ૧૪નાં પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનમાંથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com