________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨
હું સામાન્ય છું ને વિશેષરૂપ નથી. હું અભેદ છું ને ભેદરૂપ નથી.
હું જાણનાર છું ને કરનાર નથી. હું જ્ઞાયકભાવ છું ને અપ્રમત્ત પ્રમત્ત નથી. આમ વસ્તુ વ્યવસ્થામાંથી જ હેય-ઉપાદેય થતાં ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય દૃષ્ટિમાં ઉપાદેય થાય છે. તેથી નાસ્તિ અસ્તિનું વાચ્ય છે.
જેમ કે અમારે જ્ઞાનની વાત કરવી છે તો તેમાં આવી જ ગયું કે અમારે અજ્ઞાનની વાત કરવી જ નથી. ભગવાન આત્માનું શ્રદ્ધાન કરવાનું છે, ત્યાં આત્માની શ્રદ્ધા સિવાય અન્યની શ્રદ્ધા નથી કરવી તેમ અતિ નાસ્તિ સાથે જ આવે છે. કેમકે જ્યાં અસ્તિ હોય છે ત્યાં નાસ્તિ પણ હોય જ છે. નાસ્તિ નાસ્તિરૂપથી નથી હોતી. અતિ તો અસ્તિ રૂપથી હોય છે. પરંતુ નાસ્તિ પણ અસ્તિ રૂપે હોય છે. આવા અસ્તિનાસ્તિ અનેકાન્તનું ફળ સ્વાનુભવ છે. આમાં જીવથી જીવનું ભેદજ્ઞાન થયું.
(૬) અધ્યાત્મ પ્રમાણરૂપ અસ્તિનાસ્તિ અનેકાંતનું સ્વરૂપ
કપડું કાપ્યું અને પછી દરજીએ એવું સાંધ્યું કે સાંધ દેખાય નહીં. તેમ “ગુણપર્યાયવત્ દ્રવ્યમ્'માં ભેદજ્ઞાનની કાતર લગાવતાં. મિથ્યાત્વનાં પરિણામ, રાગા 'દિ પરિણામની ઉત્પત્તિ જ ન થઈ. ઉપાદેય સામાન્ય જ્ઞાયક જ્યાં શ્રદ્ધામાં આવ્યો ત્યાં તો દ્રવ્યદષ્ટિ પ્રગટ થતાં જ જેવું સામાન્ય તેવું વિશેષ.... એ જ જાતિનાં પરિણામ પ્રગટ થયા. અભેદ શેય પ્રગટ થયું.
આત્મા અનંત ધર્માત્મક છે. અનંતધર્મોનું જ્ઞાન જ્યાં સુધી ક્રમ ક્રમથી થતું હતું ત્યાં સુધી નય પક્ષ છે. પરંતુ જે સમયે દ્રવ્યની દૃષ્ટિ થઈ તે જ સમયે અનંત ધર્માત્મક વસ્તુ.. પદાર્થ; એક સમયમાં સમ્યકજ્ઞાનમાં લક્ષ વિના જણાય જાય છે. ત્યારે અભેદનય કહો કે તેને જ્ઞાનપ્રધાન નિશ્ચયનય કહો તે દષ્ટિપ્રધાન નિશ્ચયનયના સમયે જ પ્રગટ થાય છે. એકાંતમાં તો આવ્યો પરંતુ એકાંત થયું નહીં. પરંતુ સમ્યકએકાંત પૂર્વક સમ્યકઅનેકાંત થઈ ગયું. સામાન્ય વિશેષાત્મક આખો આત્મા જ્ઞાનમાં ય થયો. એકલું સામાન્ય દ્રવ્ય ધ્યેય થાય પણ તેટલું જ્ઞય ન થાય. તેમ એકલી પર્યાય પણ જ્ઞય ન થાય. આખો અંશી શેય થયો. તેથી જ્ઞય સંધાયેલું જ હોય. જ્ઞય નિર્મળ પર્યાયથી સહિત જ હોય. “યુક્તમ' શબ્દમાં મર્મ છે. “ઉત્પાદું વ્યય ધ્રૌવ્ય યુક્તમ્ સત્” આમ
ધ્યેયપૂર્વક શેય” થાય જ છે. આ સમ્યકઅનેકાંત તે સમ્યકએકાંતનું ફળ છે. આ ત્રીજા પ્રકારનું અસ્તિનાસ્તિ અનેકાંત થયું. આ નયપૂર્વક પ્રમાણરૂપ અસ્તિનાસ્તિ અનેકાંત થયું.
(૭) શ્રી અસ્તિ નાસ્તિથી અનંતતાની સિદ્ધિઃદરેક દ્રવ્યની અંદર અસ્તિનાસ્તિ અનેકાંતનું સ્વરૂપ વિદ્યમાન છે. * ગુણ ગુણપણે છે પણ તે ગુણીપણે નથી તેવું અસ્તિનાસ્તિ અનેકાંત છે.
* દ્રવ્યમાં અનંતા ગુણો છે; જેવા કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરે અનંતગુણો છે. તેમાં એક એક ગુણ પોતાપણે છે અને બીજા અનંત ગુણોપણે નથી. આમ અનંતે અનંત ગુણોમાં અસ્તિ નાસ્તિ અનેકાન્ત રહેલું છે.
* એક એક ગુણમાં અનંતી પર્યાયો છે. તેમાં એક એક પર્યાય પોતાપણે છે અને આગળપાછળની બીજી પર્યાયોપણે નથી. આમ અનંતી પર્યાયોમાં પણ અસ્તિનાસ્તિ અનેકાંત સમજવું.
* હવે તેનાથી આગળ એક એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છદ રહેલા છે. તેમાંના દરેક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com