________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩.
અંશ પોતાપણે છે અને બીજા અંશોપણે નથી. આમ છેક અંદરમાં ને અંદરમાં. મૂળ સુધી અસ્તિનાસ્તિ અનેકાન્તનું સ્વરૂપ વિદ્યમાન છે. (૮) શ્રી પરમાગમમાંથી અસ્તિનાસ્તિનાં મુખ્ય અવતરણો -
* સમગ્ર જિનવાણીમાં અસ્તિનાસ્તિ અનેકાંતની મુખ્યતાથી કથનો જોવા મળે છે. વળી જિનેશ્વર દેવના માર્ગનો ક્રમ પણ તેવો છે કે નાસ્તિપૂર્વક જ અસ્તિ હોય છે. નિષેધમાં પાત્રતા વિધિમાં અનુભવ થાય છે. એક જ વાક્ય યા તો ગાથામાં હજુ નાસ્તિનાં લખાણની શાહી સુકાણી નથી ત્યાં જ આચાર્યદવ અસ્તિથી સ્વરૂપ બતાવે છે. આમ પરસ્પર બન્ને વિરોધી લાગતા ધર્મો દ્વારા કેવળ એક શુદ્ધાત્મા પ્રસિદ્ધ થાય છે.
* શ્રી સમયસારશાસ્ત્રજીની શરૂઆત ૬ઠ્ઠી ગાથાથી થઈ અને છઠ્ઠી ગાથાની શરૂઆત નાસ્તિથી થઈ. “ નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી. જે એક જ્ઞાયકભાવ છે”, અપ્રમત્તદશાનો જ્યાં નિષેધ કર્યો ત્યાં તો શુદ્ધોપયોગમાં જામી ગયા. આમ ફરી નાસ્તિપૂર્વક અસ્તિ થઈ.
* ચારિત્ર નહીં, દર્શન નહીં, નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે.” જ્યાં ભેદનો નિષેધ કર્યો ત્યાં નિર્ભર અભેદમાં આવી ગયા. આમ નાસ્તિપૂર્વક અસ્તિ.
* શ્રી સમયસારજીના જીવ અધિકાર કરતાં અજીવ અધિકાર ઊંચો કીધો. કારણ કે નાસ્તિમાં અહમ્ કર્યું છે તેથી ભેદજ્ઞાન માટે ઊંચો કહ્યો છે. “જૈવર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો તે સઘળાય પુદગલ દ્રવ્યના ભાવો હોવાથી આત્માની અનુભૂતિથી ભિન્ન છે.
* શ્રી નિયમસારજીનો શુદ્ધભાવ અધિકાર અધિકારનું નામ છે અતિ પરક અને તેનું વર્ણન નાસ્તિથી કર્યું. શ્રી સમયસારનો અજીવ અધિકાર નિયમસારના શુદ્ધભાવ અધિકાર જેવો છે. શુદ્ધભાવ અધિકારની શરૂઆત નાસ્તિથી થઈ. “ છે બાહ્ય તત્ત્વ જીવાદિ સર્વે આત્મા ગ્રાહ્ય છે ”; આ હેય અને ઉપાદેય તત્વના સ્વરૂપનું કથન છે. આમાં પણ પહેલાં ‘ય’ શબ્દ છે પછી ઉપાદેય શબ્દ છે. આ ક્રમમાં પણ નયપૂર્વક પ્રમાણજ્ઞાન થાય છે તે રહસ્ય સમાયેલું છે.
* વળી શ્રી નિયમસારમાં કહ્યું કે “સમસ્ત જીવરાશિ (દ્રવ્યાર્થિક નયે) પર્યાયથી સર્વથા વ્યતિરિક્ત છે. આમ નાસ્તિ ધર્મના કારણે જ આત્મા પર્યાયોના અભાવ સ્વભાવે રહેલો છે.
* શ્રી પરમાર્થ પ્રતિક્રમણ કેમ થાય?! તો કહે છે. હું માર્ગણાસ્થાન, ગુણસ્થાન, કે જીવસ્થાનો નથી. તેમનો હું કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી, તેમજ કર્તાનું કારણ નથી.”
ભાવ તિર્થાધિનાથ આ લખે છે. હવે તેમને ચોથા ગુણસ્થાને કર્તા બુદ્ધિ તો ગઈ છે છતાં કર્તા નથી. કારણ નથી કેમ લખે છે!? સાતમામાંથી જ્યારે છઠે આવે છે ત્યારે સવિકલ્પ દશામાં નિર્મળ
૧. શ્રી સ. સાર ગાથા-૬ ૨. શ્રી સ. સાર ગાથા-૭ ૩. શ્રી સ. સાર ગાથા ૫૦ થી પ૫ તેમજ ૩૭ કળશ. ૪. શ્રી નિ. સાર ગાથા-૩૮ ૫. શ્રી નિ. સાર ગાથા-૧૯ ૬. શ્રી નિ. સાર ગાથા ૭૭ થી ૮૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com