________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ આગળ વધે છે. જો એકલી વિધિથી કાર્ય થતું હોત તો જ્ઞાનીઓ વ્યવહારનો નિષેધ જ ન કરાવત. પરંતુ વ્યવહારનાં નિષેધપૂર્વક જ વિધિમાં આવે છે અને વિધિમાં આવતાં સહજ કાર્ય સંપન્ન થાય છે. આમ અસ્તિનાસ્તિ અનેકાંત વડે શુદ્ધાત્માની ઉપલબ્ધિ થતી હોવાથી તે અમૃત છે.
(૧૦) શૂરવીરનું સાધન અસ્તિનાસ્તિ અનેકાંતઃ
અતિધર્મ શુદ્ધાત્માનું જેવું સ્વરૂપ છે તેવા સ્વભાવથી આત્માની ઓળખાણ કરાવે છે. નાસ્તિધર્મ જે શદ્ધાત્મામાં નથી તેવા સ્વભાવથી ઓળખાણ તો આત્માની જ કરાવે છે વિરોધી ધર્મોનું કથન કરીને અવિરુદ્ધ સ્વરૂપને સિદ્ધ કરે છે.
નાસ્તિધર્મ પણ આત્મામાં અસ્તિપણે રહેલો હોવાથી તે ધર્મીને જ પ્રસિદ્ધ કરે છે. અસ્તિધર્મ જ્ઞાયકની પ્રસિદ્ધિ કરે અને નાસ્તિધર્મ પરની પ્રસિદ્ધિ કરે છે તેમ નથી. જેમકે અકર્તા જ્ઞાયક છું તે અસ્તિપ્રધાન શુદ્ધાત્માનું સ્વરૂપ છે, અને કર્તા નથી તેવું નાસ્તિથી આત્માનું જ સ્વરૂપ છે.
જેમ કોઈ લડવૈયો યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરવા જાય ત્યારે તે પોતાની પાસે બે વસ્તુ રાખે છે. એક તલવાર ને બીજી ઢાલ તલવારથી તો દુશ્મનોનાં મસ્તક ધડાધડ છેદી નાખે છે અને ઢાલથી ?! ઢાલથી તે દુશ્મનોનાં તલવારનાં વાર (ઘા) ઝીલે છે અને સ્વયંનું રક્ષણ કરે છે. યુદ્ધનાં રણમેદાનમાં ન એકલી તલવાર હોય છે! ન એકલી ઢાલ! ને એકલી તલવાર કાર્યકારી હોય છે ને એકલી ઢાલ કાર્યકારી થાય છે. તેમ અસ્તિધર્મ તલવારના સ્થાન છે અને નાસ્તિ ધર્મ ઢાલના સ્થાન છે
ચૈતન્ય પરમાત્માનો સ્વભાવ જ કોઈ આશ્ચર્યકારી છે. તે કદી શુભાશુભભાવે થતો નથી, માટે અનાદિ અનંત શુદ્ધ છે. આ નાસ્તિધર્મ એવી ઢાલ છે. એવો વજ કિલ્લો છે કે તે મલિન પરિણામને કે નિર્મળ પરિણામને અંત:તત્ત્વમાં પ્રવેશવા દેતો જ નથી. વાહ રે વાહ પ્રભુ! નાસ્તિધર્મ તો ઉપકારી છે! તેનાં કારણે ભગવાન આત્મા શુદ્ધ રહ્યો છે.
ઢાલનાં દષ્ટાંતથી એટલું સમજાય છે કે જેમ અસ્તિધર્મ અંતર્મુખતાનું કારણ છે તેમ નાસ્તિધર્મ બહિર્મુખતાનું કારણ છે તેમ નથી. નાસ્તિધર્મ પણ અંત્તર્મુખતાનું રક્ષણ કરે છે. હા! એટલી વાત ભૂતાર્થ છે કે નાસ્તિધર્મનાં સંબંધમાં જે અણસમજણતા છે કે બહિદષ્ટિનું કારણ છે, પરંતુ નહીં કે નાસ્તિધર્મની સમજણ બહિદષ્ટિનું કારણ છે.
હવે કદાચ કોઈ જીવ નાસ્તિને નાસ્તિપણે જ લક્ષમાં લીધા કરે અને નજર પર ઉપર.. રાગ ઉપર.. ભેદ ઉપર... રાખ્યા કરે તો અજ્ઞાન છે. પરંતુ જિનેન્દ્રદેવનાં માર્ગમાં તો નાસ્તિપૂર્વક સીધો અસ્તિમાં આવે છે તેની વાત છે.
(૧૧) ઉપસંહાર:
સર્વજ્ઞ આમ્નાયમાં... ન્યાયમાર્ગમાં, આત્માનો અનુભવ વ્યવહારના નિષેધપૂર્વક વિધિથી જ થાય છે. નાસ્તિનું જ્ઞાન કર્યા વિના શુદ્ધાત્માનો યથાર્થ નિર્ણય પણ થતો નથી. અને અસ્તિનાં જ્ઞાન વિના સમ્યકદર્શન થતું નથી. વ્યવહારના નિષેધમાં જ ભેદજ્ઞાનની પરિણતી બળવાન થાય છે. અને વિધિમાં આત્મ સન્મુખ થાય છે. તેથી કોઈક વીર્યવાન જીવ જ વ્યવહારનો નિષેધ કરી શકે છે. અને જે વ્યવહારનો નિષેધ કરે છે તેને અપેક્ષાએ “સમ્યત્વનો અધિકારી પણ કહ્યો છે.' આમ ફલિત થાય છે કે અસ્તિ ગુણપ્રધાન દ્રવ્યને દેખો ચાહે નાસ્તિગુણ પ્રધાન દ્રવ્યને દેખો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com