________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧ સમજવી. “પ્રમાણની બહાર જવું નહીં...!” અર્થાત્ “ગુણ પર્યાયવત્ દ્રવ્યમ્' માં આવી ગયો. વસ્તુ સ્વપણે છે ને પરપણે નથી. પ્રમાણરૂપ અસ્તિનાસ્તિ અનેકાન્તની ચાવી હથ લાગતાં સામાન્ય સ્વ ચતુષ્ટયમાં એટલે પ્રમાણની સત્તામાં આવ્યો ત્યારે તો હજુ પ્રમાણની સિદ્ધિ થાય છે. “ન દ્રવ્યેન રવન્ડયાને, ન ક્ષેત્રે ઉન્ડયામિ, ન છાજેન વન્ડયા, ન ભાવેન રવન્ડયાન:” આમ દરેક દ્રવ્ય પોતાથી અતિરૂપ છે પરની નાસ્તિ રૂપ છે. આ અસ્તિનાસ્તિ અનેકાંત પરથી પૃથક બતાવી વસ્તુ વ્યવસ્થામાં લાવે છે. આમ પ્રમાણ પરથી ભિન્ન પાડવા માટે છે. પ્રમાણ પણ પ્રમાણમાં અટકવા માટે નથી.
(૪) દષ્ટાંત દ્વારા નયરૂપ અસ્તિનાસ્તિ અનેકાંત:
હવે “પ્રમાણમાં અટકવું નહીં તે ન્યાયે.” તે મોસંબીમાં જ ભેદજ્ઞાન કરવાનું છે. જેમ આખી શેરડી પશુ ખાય, મનુષ્ય નહીં. મનુષ્ય તો માત્ર રસ ચૂસે છે. તેમ કોઈ આખી મોસંબી ખાય તો તે વિવેકી નથી પરંતુ પશુ છે, અને તેને આખે આખી રાખી મૂકે તો રસ પણ સુકાઈ જાય છે.
આખી મોસંબી ન હેય છે તેમ ન ઉપાદેય છે. માત્ર તે જ્ઞય છે. તેથી આ મોસંબીમાં હવે ભેદજ્ઞાનનો પ્રયોગ કરે છે. મોસંબીમાંથી રસ કાઢે છે અને છાલ છોતરાં ફેંકી દે છે. કારણ કે બે રૂપિયા રસના આપ્યા છે. અને આ રસ ગ્રહણ કરવા યોગ્ય “પેય' છે.
(૫) સિદ્ધાંતમાં નયરૂપ અસ્તિનાસ્તિ અનેકાંતઃ
આ અસ્તિનાસ્તિ અનેકાંત ભેદજ્ઞાન પરક હોવાથી અમૃત છે. જો આમાંથી ભેદજ્ઞાનને છોડે તો તે ઝેર થઈ જાય છે. અર્થાત્ પ્રમાણનો પક્ષ થાય છે. જેમ આખી શેરડી પશુ ખાય છે મનુષ્ય નહીં, તેમ પ્રમાણરૂપ દ્રવ્યને ઉપાદેય માને તે પશુ છે. નયરૂપ અનેકાંતથી પ્રયોજનની સિદ્ધિ થતી હોવાથી તે પરમામૃત છે. “ઉત્પાદું વ્યય ધ્રૌવ્ય યુક્તમ્ સત” તેવો આત્મા છે તે હેય પણ નથી તેમ ઉપાદેય પણ નથી માત્ર જ્ઞય છે. બહારનાં પદાર્થોમાં હેય ઉપાદેય ન હોય. પ્રમાણની અંદર જ હેય ઉપાદેય હોય.
જો પરિણામી દ્રવ્યને ઉપાદેય કરે તો મિથ્યાત્વ સહિતનું જીવ દ્રવ્ય ઉપાદેય થઈ જાય છે. અર્થાત હેય તત્ત્વ પણ ઉપાદેય થઈ ગયું. અને આ પ્રમાણરૂપ આખા દ્રવ્યને હેય કરે તો તેમાં એક ઉપાદેય તત્ત્વ છે તે જીવતત્ત્વ પણ હેય થઈ જાય છે. માટે ખાસ ધ્યાન ખેંચવા લાયક વાત આ છે કે: “નય વિભાગની યુક્તિથી વસ્તુમાં ટુકડા થાય છે.” દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં ભેદજ્ઞાનની કાતર લગાવે છે. કપડાંને ઝબ્બા માટે કાપવું પડે છે તે વાત છે. તેમ સામાન્ય વિશેષાત્મક પદાર્થમાંથી જ ઉપાદેય તત્ત્વને કાઢે તે કુશળ છે. જેમકે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવની અસ્તિ છે, અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરાળ, પરભાવની નાસ્તિ છે. આમાં દષ્ટિનો વિષય આપ્યો. હવે નય વિભાગથી કેવી રીતે એક વસ્તુમાં કટકા થાય છે તે જોઈએ.
હું ધ્રુવરૂપ છું ને ઉત્પાદું વ્યયરૂપ નથી. હું અકર્તા છું ને કર્તા નથી. હું નિષ્ક્રિય છું ને સક્રિય નથી. હું જ્ઞાનમય છું ને રાગમય નથી. હું અપરિણામી છું ને પરિણામી નથી.
૧. શ્રી સ. સાર આત્મખ્યાતિ ટીકામાંથી ૨૭૧ કળશ પહેલાં ૨. શ્રી કલશ ટીકા ૨પર કલશ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com